________________
હાલના સંપ્રદાય પ્ર. ૨ ગયા પણ તેમણે જે જિનકલ્પનું અનુકરણ કર્યું હતું તે પ્રવૃત્તિ બંધ પડી નહિ. તેમના કેટલાક શિષ્યએ પણ તેમનું અનુકરણ કર્યું. એના પરિણામે આર્ય મહાગિરિ તથા સુહસ્તી સૂરિના શિષ્ય ગણમાં અંતર તથા મનમુટાવ વધવા લાગે અને અંતમાં ખુલ્લંખુલ્લા નગ્નચર્યા તથા. કરપાત્રવૃત્તિને વિરોધ થવા લાગ્યો.
મહાગિરિની પરંપરાવાળા આચારાંગ સૂત્રના અલકવા પ્રતિપાદક સૂત્રના ઉલ્લેખથી પિતાની પ્રવૃત્તિનું સમર્થન કરતા હતા. ત્યારે વિરોધપક્ષવાળા તે સૂત્રને અર્થ જિનક૯૫ને આચાર હોવાનું બતાવતા હતા. અને સ્થવિરેને માટે એમ કરવું તે નિષિદ્ધ સમજતા હતા,
તેઓ કહેતા હતા કે “બિલકુલ વસ્ત્ર ન રાખવા અને હાથમાં ભોજન કરવું તે જિનકલ્પીને આચાર છે. સ્થવિરકપીઓએ તેમની તુલના કરવી ન જોઈએ. કારણ કે જ્યારે આ સમયે ઉત્તમ સંહનન નહિ હેવાથી જિન ક૯૫ પાળી શકાતો નથી તે તેને સ્વાંગ કરવાથી શું લાભ?
આ પ્રમાણે બન્ને પક્ષમાં વિરોધ વધતો જતો હતો. સંભવિત છે કે આર્ય મહાગિરિના શિષ્ય રેહગુપ્ત તથા પ્રશિષ્ય આર્યગંગ પણ પાછળથી જિનકલ્પિક પક્ષમાં મળી ગયા હતા. અને તેથી થોડા સમય સુધી તે પક્ષ વિશેષ આગ્રહી બની ગયો હતો પણ અંતમાં તે નિર્બળ, થઈ ગયો. આર્યમહાગિરિના શિષ્ય પ્રશિષ્યના સ્વર્ગવાસ પછી બે ત્રણ પેઢી સુધી ચાલીને તે પક્ષ નામશેષ રહી ગયે.
આ પ્રમાણે આચારાંગ સૂત્રના ઉલ્લેખરૂપ બીજથી સચેલતાઅલકતાના મતભેદને અંકુર ઉત્પન્ન થયે અને થોડા સમય પછી શમી ગયો. જો કે તેની અસર કાયમ ન રહી તો પણ એટલું તો જરૂર થયું કે પાછળના આચાર્યોના મનમાં આર્ય મહાગિરિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org