________________
૧૨
મૂળ જૈન ધર્મ અને
એ શાખા થવાનાં કારણ
હવે આપણે મહાવીરના શાસનમાં વેતાંબર તથા . દિગંબર નામની બે શાખાઓ નીકળવાના કારણુ ઉપર વિચાર કરીએ,
અમારી સમજ પ્રમાણે મતભેદનું બીજ આચારાંગ સૂત્રમાં સાધુને અચેલક રહેવાને લભ બતાવેલ છે તે ઉલ્લેખમાં રહેલું છે.
મહાવીર નિર્વાણ પછી ૬૪ વર્ષ સુધી તેમના શિષ્યોમાં જિનકપિક તથા સ્થાવરકપિક એ બન્ને પ્રકારના સાધુ રહ્યા. તે પછી જિનકલ્પનું આચરણ બંધ પડી ગયું. અને લગભગ દોઢસો વર્ષ સુધી તેની કંઈ પણ ચર્ચા થઈ નહિ. (આ કથનતાંબર મત પ્રમાણે છે–ન.શિ. શેઠ)
સ્થવિર ક૯૫માં રહેવાવાળા સાધુ પ્રાયે નગ્ન રહેતા હતા તથાપિ શીતનિવારણ અર્થે કંઈક વસ્ત્ર તથા એક પાત્ર અવશ્ય રાખતા હતા. આ સ્થિતિ ભદ્રબાહુના પટ્ટધર આર્ય સ્થળભદ્ર સુધી બરાબર ચાલતી રહી.
આર્ય સ્થૂળભદ્રના શિષ્યોમાંથી સૌથી મોટા આર્ય મહાગિરિએ પાછલા સમયમાં તેમના સાધુગણને આર્ય સુહસ્તિીને સેંપી દીધો અને પિને વસ્ત્રાપાત્રને ત્યાગ કરીને જિનકલ્પિક સાધુના જે આચાર પાળવા લાગ્યા. જે કે તેઓ પોતે જિનકલ્પી હેવાને દેવે કરતા ન હતા તે પણ તેમને ઝુકાવ જિનકલ્પ તરફ જ હતો.
તે સમયના તેઓ સૌથી મોટા મૃતધર હેવાના કારણે આર્ય મહાગિરિના આ આચરણને કોઈએ વિરોધ કર્યો નહિ પરંતુ તેમને જિનક૯૫ની તુલના કરવાવાળા કહીને તેમના સતીથ આર્ય સુહસ્તી જેવા યુગપ્રધાને પણ તેમની પ્રશંસા કરી. પણ આગળ જતાં આ પ્રશંસા મેંઘી પડી ગઈ
આ મહાગિરિ વીર નિર્વાણુ સંવત ૨૬૧ માં સ્વર્ગવાસી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org