________________
૩૮૬
મૂળ જૈન ધમ અને
પ્રકરણ લખીને સમાપ્ત કર્યું હતુ. તેમાં ઉપસંહારની એ ગાથા સહિત કુલ ૩૦ ગાથા છે અને તેમાં જુદા જુદા વિષયેાની ઉપકયાનકાવાળા ૩૬ કથાનકાના નિષ છે અને તે સર્વ જિનેશ્વરસૂરિએ પ્રાકૃતમાં લખેલ છે.
તેમાં ૧૩મી ગાથા દાન વિષયની છે, ૨૧ મી ગાથા જિન મંદિરના વિધાન વિષયની છે. તે કાળમાં અણુહિલપુરમાં (પાટણમાં ) ચૈત્યવાસિયાને એકાધિકાર હતા. કાઈપણ ક્રિયાવાન સાધુને ત્યાં ઉતરવાને માટે સ્થાન પણ મળતુ નહોતું. તે ચૈત્યવાસિયા સાથે યાદ કરીને શ્રી જિનેશ્વરસૂરિએ તેમના એકાધિકાર ખંડિત કરી નાખ્યા. એટલું જ નહિ પણ તેમની વિરુદ્ધનું વાતાવરણ પણ જૈન સંધમાં ઉત્પન્ન કરી દીધું.
મંદિર સંબધી જુદા જુદા મતભેદો
એ થાકાષ પ્રકરણ ૨૧ મી ગાયાના કથાનકની પ્રસ્તાવનાના રૂપમાં મુનિશ્રી જિનવિજ્યજી લખે છે કે—
તેમના સમયમાં એક પ્રકારથી જૈન સંધની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ તથા વિચારાનું કેન્દ્રસ્થાન મંદિર સંસ્થા જ બની રહેલ હતી. એ મંદિર સ ંસ્થાના વિષયમાં સાધુએ તેમજ શ્રાવકામાં નિત્ય નવા પ્રશ્ન ઉપસ્થિત થતા રહેતા અને તેની ઉપર તેમની વચ્ચે વિવિધ પ્રકારના શાસ્ત્રીય તથા સામાજિક વિધાના તથા પર પરાઓની તરેહ તરેહની આલેાચના પ્રત્યાક્ષેાચના ચાલ્યા કરતી હતી.
'
“ એક તરફજૈન સાધુએને એક પક્ષ એવેા હતેા કે જે જિનમંદિરની સ્થાપનાને સર્વથા જૈનશાસ્ત્ર વિરુદ્ધ બતાવીને તેના ઉપદેષ્ય તથા તેના ઉપાસકેા એ અન્નેને જૈનાભાસ કહેતા હતા અને તેમને મિથ્યામતિ ગણતા હતા.
“ કાઈ ખીજો પક્ષ જિનમંદિરની સ્થાપનાને તે શાસ્ત્ર સંમત માનતા હતા, પરંતુ તેની પૂજાવિધિના આડંબરને અનાચરણીય કહેતા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org