________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૨
3८७
“કોઈ ત્રીજો પક્ષ પૂજાવિધિના આડંબરને તે ઉચિત માનતે હતો પરંતુ તેમાં સાધુઓના સીધા સંપર્કને અનુચિત સમજતો હતો.
કોઈ ચોથો પક્ષ મંદિરની સ્થાપના તથા સંરક્ષાના સંબંધમાં સાધુઓ ઉપર જ નિર્ભર રહેવાનું સ્થાપિત કરતા હતા.
“તે કઈ બીજો પક્ષ એક મંદિરમાં એક જ જિનમૂર્તિની સ્થાપના કરવાનું શાસ્ત્રોક્ત છે એમ કહેતા હતા.
વળી કોઈ કહેતા હતા કે તીર્થકરની મૂર્તિ વીતરાગ ભાવની પ્રતીક છે માટે તેને સ્ત્રી જાતિને સ્પર્શ ન થવો જોઈએ અને તેથી શ્રાવિકા વર્ગે તેની પૂજા અર્ચા ન કરવી જોઈએ.
કોઈ અન્ય પક્ષ કહેતા કે શ્રાવિકાઓએ જિનભક્તિ કરવી જોઈએ એટલું જ નહિ પણ જિનમૂર્તિની સામે વારાંગનાઓના નૃત્યગાન પણ પૂજાના અંગ હેવાથી તેને અવતારિત રૂપથી થવા દેવા જોઈએ.
કોઈ કહેતા કે મંદિરની રક્ષાના નિમિત્તથી સાધુઓએ સદેવ . તેમાં નિવાસ કરવો જોઈએ. તે કોઈ કહેતા કે મંદિરની ભૂમિ તે દેવ દ્રવ્યને ઉપભોગ કરવા સમાન પાપજનક કૃત્ય છે.
કોઈ કહેતા કે મંદિરની તથા મૂર્તિઓની પ્રતિષ્ઠા પરમ બ્રહ્મચારી સાધુ વર્ગના હાથથી થવી જોઈએ ત્યારે કોઈ કહેતા કે સાધુ મંદિર પ્રતિષ્ઠાદિ સાવધ કાર્યમાં પ્રવૃત્ત થાય છે તે અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવાના પાપના ભાગી થાય છે. ઈત્યાદિ ઈત્યાદિ.”
મુનિ જિનવિજ્યજી ફરી એના જ પૃષ્ઠ ૧૦૫ પર કહે છે કે – “આ કથાનકનું ગુંફન કરવામાં શ્રી જિનેશ્વર સરિને મુખ્ય ઉદ્દેશ એ બતાવવાને છે કે જૈન યતિ વર્ગમાં કઈ રીતે ચિત્યવાસ રૂપી સંસ્થાની ઉત્પત્તિ થઈ અને કઈ રીતે એ પ્રાચીન કાળમાં જૈન સાધુઓને એક વર્ગ પિતાના આચારમાં શિથિલ થઈને અનિયતરૂપે સર્વદા સર્વત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org