________________
૩૩૨
મૂળ જૈન ધર્મ અને શ્રી કુંદકુંદાચાર્યને સમય શ્રી કુંદકુંદાચાર્ય ક્યા સમયમાં થયા હતા તે પ્રશ્ન પણ વિવાદાસ્પદ છે. દિગંબર પંડિતમાંના કોઈ તેમને વિક્રમની બીજી સદીમાં થઈ ગયા માને છે ત્યારે બીજા કોઈ તેમને ત્રીજી સદીના અંતમાં અને ચોથી સદીની શરૂઆતમાં થયેલા માને છે.
પરંતુ ઇતિહાસ વિશારદ પં. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ શ્રી કુંદકુંદાચાર્યને વિક્રમની છઠી સદીમાં થયેલા માને છે તેના કારણે નીચે પ્રમાણે છે – ૧. શ્રી કુંદકુંદાચાર્ય કૃત પંચાસ્તિકાયની ટીકામાં જયસેનાચાર્ય
લખે છે કે આ ગ્રંથ કુંદકુંદાચાર્યે શિવકુમાર મહારાજના પ્રતિબોધ માટે રચ્યો હતો. ડે. પાઠકના અભિપ્રાય પ્રમાણે આ શિવકુમાર તે કદંબવંશી શિવમૃગેશ હતા અને તે સંભવત : વિક્રમની છઠી શતાબ્દિની વ્યકિત હતા. તેથી તેમના સમકાલીન
કુંદકુંદાચાર્ય પણ છઠી શતાબ્દિની વ્યક્તિ હોઈ શકે છે. ૨. પ્રસિદ્ધ દિગંબર જૈન વિદ્વાન પં. નાથુરામજી પ્રેમીએ નિયમ
સારની એક ગાથા શોધી કાઢી છે. તેમાં આચાર્ય કુંદકુ દે “લોકવિભાગ ” પરમાગમનો ઉલ્લેખ કર્યો છે. આ “લોકવિભાગ ગ્રંથ સંભવતઃ સર્વનન્દી આચાર્યની કૃતિ છે. અને તે વિક્રમ સં. ૫૧૨ માં રચવામાં આવી હતી. તેથી કુંદકુંદાચાર્ય છઠી સદીના ગ્રંથકાર પ્રતીત થાય છે.
ઉપરના બે કારણે ઉપરાંત શ્રી કુંદકુંદાચાર્યને ગ્રંથોમાં અનેક ઉલેખ એવા છે કે જે તેમને વિક્રમની પાંચમી સદી પછીના ગ્રંથકાર સિદ્ધ કરે છે. તેમાંના થોડાક ઉલેખો આ પ્રમાણે છે – ૧. સમયપ્રાતની ગાથા ૩૫૦ તથા ૩૫૧ માં કુંદકુંદાચાર્ય કહે
છે કે–લોકોના વિચારમાં દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org