________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૦
૩૩૩
પ્રાણીઓને વિષ્ણુ બનાવે છે ત્યારે શ્રમણો (જૈન સાધુઓ)ના મતમાં વનિકાયના જીવોના કર્તા આત્મા છે.”
આ રીતે લોકો અને શ્રમણોના સિદ્ધાંતમાં કોઈ વિશેષ નથી. લોકોના મનમાં કર્તા “વિષ્ણુ” છે અને શ્રમણોના મતમાં કર્તા “આત્મા” છે. કહેવાની જરૂર નથી કે વિષ્ણુને કર્તા પુરુષ માનવાવાળા વૈષ્ણવ સંપ્રદાયની ઉત્પત્તિ વિષ્ણુ સ્વામીથી ઈ.સ.ની ત્રીજી શતાબ્ધિમાં થઈ હતી. તેના સિદ્ધાંતને સારો સમય વીત્યા બાદ જ તેણે લેક સ્વરૂપ ધારણ કર્યું હેય એ નક્કી. તેથી કહેવું પડે છે કે કુંદકુંદાચાર્ય વિક્રમની ચોથી સદી પહેલાના હેઈ
શકે જ નહિ. ૨. કુંદકુંદાચાર્યો “બોધપાતની ગાથા ૬ થી ૮ અને ૧૦ માં ક્રમસર “આયતન”; “ચેતન્ય” અને “પ્રતિમા ની ચર્ચા કરી છે.
જ્યાં સુધી અમે જોઈ સમજી શકીએ છીએ ત્યાં સુધી આ વાતની ચર્ચા ચૈત્યવાસની સાથે સંબંધ રાખતી જોઈ શકાય છે. તેથી એ ચર્ચાઓથી સમજાય છે કે કુંદકુંદાચાર્યને અસ્તિત્વનો સમય
ચૈત્યવાસકાળની પહેલાં હોઈ શકે નહિ. ૩. ભાવપ્રાલતની ૧૪૮ (૧૫૧) મી ગાથામાં કુંદકુંદાચાર્યે શિવ,
પરમેષ્ટી, સર્વજ્ઞ, વિષ્ણુ, ચતુર્મુખ આદિ કેટલાક પૌરાણિક દેવોને ઉલ્લેખ કર્યો છે. તેથી સમજી શકાય છે કે તેઓ પોરાણિક
કાળમાં થયા હતા પણ તે પહેલાં નહિ. ૪. ભાવપ્રાભૂતની (૧૬૪)મી ગાથામાં ધર્મ, અર્થ, કામ
અને મોક્ષ એ ચાર પુરુષાર્થના તથા મેક્ષપ્રાલતની ૪ થી ગાથામાં તથા રણુસારની ૧૩૪ થી ૧૪૫ સુધીની ગાથાઓમાં તેમણે “બાહ્ય”, “આત્યંતર” અને “પરમાત્મા” એ વિવિધ આત્માઓની ચર્ચા કરી છે. અને આ વિષય વિક્રમની પાંચમી સદી પછી ઉત્પન્ન થયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org