________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૦
૩૩૧
ઔષધી પ્રયાગથી પણ આકાશગામી થઈ શકાય છે. અને તેવા દાખલા બનેલા પણ છે. શ્રીપાદલિપ્ત સૂરિ, નાગાર્જુન વગેરે ઔષધીના ખાસ મિશ્રણથી બનાવેલો લેપ પગને તળીએ લગાવવાથી આકાશગામી થયા હતા. તે વાત ઇતિહાસ પ્રસિદ્ધ છે પરંતુ શ્રી કુંદ કુંદાચાય તેવા વૈજ્ઞાનિક ( Scientist) નહાતા અને તેથી તેમની પાસે આવા પ્રયાગ નહેાતા એમ સમજી શકાય છે.
પરંતુ મંત્રથી અથવા ભક્તિથી કેાઈ દેવ કે દેવીને પ્રસન્ન કરીને તેમની પાસેથી આકાશગામિની વિદ્યા કે શક્તિ પ્રાપ્ત કરી શકાય છે અને શ્રી કુંદકુંદાચાર્ય મંત્રથી કે ભકિતથી કાઈ દેવને પ્રસન્ન કર્યાં હોય અને એવી શક્તિ મેળવી હાય તે તે અસ ંભવિત નથી.
પરંતુ એવી શક્તિથી મહાવિદેહ ક્ષેત્રમાં પણ જઈ શકાય કે કેમ તે શકાસ્પદ છે. કારણ કે સામાન્ય રીતે વાળુષ્યંતર જાતના દેવેને મેટે ભાગે પ્રસન્ન કરી શકાય છે. અને તે વિદેહક્ષેત્રમાં જવાની શક્તિ આપી શકે કે કેમ તે પણ શંકાસ્પદ છે,
તો પણ એ દેવા હાલની આપણી જાણીતી દુનિયામાં આકાશ મારફત જઇ શકાય તેવી શક્તિ તે જરૂર આપી શકે છે. અને શ્રી કુંદકુંદાચાયે તેવી કાઇ દૈવી શક્તિ પ્રાપ્ત કરી હોય તે તે સભવિત છે.
અને એ રીતે શ્રી કુંદકુંદાચાર્ય ને ગગનગામી શક્તિવાળા જોઇને તેમના અનુયાયીઓએ પાછળથી તેમને ચારણઋદ્ધિવાળા હરાવ્યા હોય અને તે પછી ઉપર લખ્યા પ્રમાણેના ત્રણ કારણા મેળવીને તેમને વિદેહુગમન કરી આવેલા ઠરાવી દીધા હોય તે તે પણ નવા સભવ છે પરંતુ તેમણે ખરેખર વિદેહગમન કર્યું નહોતું તે તા ઉપર બતાવેલા કારણેા પ્રમાણે નક્કી સમજી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org