________________
૩૩૦
મૂળ જૈન ધર્મ અને થઈ ગયું હતું એ તે જાણીતી વાત છે. અને કેટલાક જેનેએ તેમને ભગવાન મહાવીર સાથે સરખાવવાની પણ ધૃષ્ટતા કરી હતી.
તો શ્રી કુંદકુંદાચાર્ય જેવા મહા પ્રતિભાશાળી વિદ્વાન તપસ્વી માટે તેમના વિદેહગમન જેવી કાલ્પનિક વાત ઉત્પન્ન કરવામાં આવે તો તેમાં કાંઈ નવાઈ જેવું નથી. એ વાત ઉત્પન્ન થવામાં ઉપર જણાવેલા ત્રણ કારણે કારણભૂત હતા. એટલે કે ( ૧ ) તેમની ચારદ્ધિ , (૨) ભગવાનના કહ્યા પ્રમાણે કહેવાની વાત અને (૩) તેમની વિદ્વતા.
ચારણ લબ્ધિ ત્રણ રીતે પ્રાપ્ત થાય. ચારણ લબ્ધિ એટલે આકાશગામિની શકિત. એ શકિત ત્રણ રીતે પ્રાપ્ત થાય છે–(૧) તપથી, (૨) મંત્રથી કે ભાતથી કોઈ દેવદેવીને પ્રસન્ન કરવાથી અને (૩) ઔષધ પ્રયોગથી.
તપસ્વી મુનિઓને ચોથા આરામાં ચારણ લબ્ધિ પ્રાપ્ત થયાના ઉલ્લેખ જૈન શાસ્ત્રો અને ધર્મકથાઓમાં અનેક આવેલ છે. પરંતુ આ પાંચમા આરામાં એવા ઉગ્ર તપને યોગ્ય સંઘયણ નથી તે પછી એવા તપ વિના એવી લબ્ધિની પ્રાપ્તિ પણ અસંભવિત જ ગણાય.
શ્રી કુંદકુંદાચાર્ય તો છઠી સદીમાં થયેલા છે પરંતુ તેમનાથી આઠસો નવસો વર્ષ પહેલાં થઈ ગયેલા ચૌદ પૂર્વધારી ભદ્રબાહુ સ્વામી કે જેઓ મહાપ્રાણ ધ્યાન ધરતા હતા, ધરી શકતા હતા તેમને પણ એવી લબ્ધિ પ્રાપ્ત થઈ નહોતી. અને પાચમા આરાની શરૂઆતથી છઠી સદી સુધીમાં જન્મેલા ઘણા મુનિઓ મહાતપસ્વી થઈ ગયા હતા પરંતુ તેમાંથી કોઈને પણ ચારણદ્ધિ પ્રાપ્ત થઈ હતી તેથી સિદ્ધ થાય છે કે પાંચમા આરામાં ચારણલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી.
એટલે શ્રી કુંદકુંદાચાર્યને તપથી ચરણલબ્ધિ પ્રાપ્ત થઈ હેય એ વાત માની શકાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org