________________
પ્રકરણ વિશમું
શ્રી કુંદકુંદાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથ, ગુરુ, સમય. વિદેહગમન વગેરેની વિગતે અને સમીક્ષા
જેનામાં જે ગુણ હોય તેની પ્રશંસા કરવી તે ધર્મ છે, પણ જેનામાં જે ગુણ ન હોય તેવા ગુણનું તેનામાં આપણુ કરવું તે ધર્મ નથી
દિગંબર સંપ્રધયમાં શ્રી કુંદકુંદાચાર્ય નામના એક મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમનું મૂળ નામ પદ્મનંદી હતું પરંતુ કોડકુંડ (કુંદકુંદ) ગામના હેવાથી કુંદકુંદ નામથી વિશેષ પ્રસિદ્ધ થયા હતા.
શ્રી કુંદકુંદાચાર્યના માતા પિતા વગેરે સંબધી કાંઈ પણ ચેકકસ માહિતી મળી શકતી નથી. કથાના પુસ્તકોમાં તેમના જીવન સંબંધી જુદી જુદી વાતો પ્રસિદ્ધ થયેલી છે. પરંતુ તે બધી એકબીજાથી તદ્ન ઊલટી અથવા જુદી અને કોઈ પણ જાતના આધાર વિનાની હાઈ તદ્દન અવિશ્વસનીય છે.
શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથ તેમણે પ્રાકૃત ભાષામાં ઘણું વ્ર રચ્યા છે અને તેનાં નામ નીચે પ્રમાણે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org