________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૯
૩૧૩
વિક્રમ સં. ૧૦૩૪-૩૫ માં બનેલું છે. અથવા વિક્રમની અગીઆરમી સદીમાં બનેલું છે.
બીજા ભદ્રબાહુ સ્વામી દક્ષિણમાં ગયેલા અને અહીં સ્વર્ગે ગયેલા તે વિક્રમની છઠી સદીમાં બનેલું છે. એટલે ત્યારથી તે પર્વત તીર્થરૂપે ગણાયેલે પણ પાછળથી તે તીર્થ ભૂવી જવાવા લાગ્યું. અને તેથી પાંચસો વર્ષ પછી ચામુંડરાયે તે તીર્થને પુનરૂદ્ધાર કર્યો.
પાંચ વર્ષમાં તીર્થ ભૂલી જવાયું હતું તેમ નામ પણ ભૂલી જવાયું હતું એટલે બીજા ભદ્રબાહૂને બદલે તે પહેલા શ્રુતકેવલી ભદ્રબાહુના નામે ચડાવી દીધું. અને ચામુંડરાયે તીર્થોદ્ધાર કર્યો તે વખતે શ્રુતકેવળીના નામે તે તીર્થ ચડી ગયેલું.
અને કોઈએ ભદ્રબાહુના નામને પાછલો અધ ભાગ જ યાદ રાખી તેને બાહુબળીનું નામ આપી દીધું. બાકી બાહુબળીજી તે દક્ષિણમાં પધારેલા જ નહોતા. એ તે ઐતિહાસિક વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org