________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૯
૨૯૭
નહિ, પરંતુ ગ્રંથના કર્તા તરીકે બીજા ભદ્રબાહુ સ્વામીને લેવાથી આવી બેટી કલ્પના કરવાની જરૂર જ રહેતી નથી.
ઉપરની ગાથા લખીને સ્થવિરાવલીની સમાપ્તિ કરવામાં આવી છે કારણ કે આ ગ્રંથ શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશમણુની હૈયાતિમાં જ લખ્યો હતે. શ્રી ભદ્રબાહુ સ્વામી અને શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ બને સમકાલીન હતા.
આ પ્રમાણે પહેલા ત્રણ ગ્રંથ સિવાયના બાકીના સર્વ ગ્રંથ જે શ્રત કેવળી ભદ્રબાહુના નામે ચડાવેલા છે તે સર્વ બીજા ભદ્રબાહુના રચેલા છે.
શ્વેતાંબર સંપ્રદાયમાંને એક વર્ગ શ્રુતકેવળી ભદ્રબાહુ અને સમ્રાટ ચંદ્રગુપ્તને સમકાલીન માને છે. ચંદ્રગુપ્તને સોળ સ્વપ્ન આવેલા હતા અને પછી ચંદ્રગુપ્ત ભદ્રબાહુ સ્વામી પાસે જઈને તે સ્વપ્નના ફળ સંબંધી ખુલાસો પૂછેલો..
ત્યારે ભદ્રબાહુ સ્વામીએ તે સ્વપ્નાં ભવિષ્યમાં ખરાબ વખત આવવાને છે એમ સૂચવે છે એમ કહીને ભદ્રબાહુ સ્વામીએ તે દરેક સ્વપ્નાનું ફળ વિગતથી કહી બતાવ્યું હતું એમ જૈનેને એક વર્ગ માને છે.
દિગંબર જૈને તેથી પણ આગળ વધીને એમ માને છે કે તે સ્વપ્નાના ફળની હકીકત સાંભળીને ચંદ્રગુપ્ત રાજાને ભારે વૈરાગ્ય ઉત્પન્ન થયું હતું અને તેથી તેણે ભદ્રબાહુ સ્વામી પાસે દીક્ષા લીધી હતી. તે પછી તે બન્ને બીજા શિષ્યોની સાથે દક્ષિણમાં ગયેલા અને ત્યાં માયસોર પાસેના પર્વત પાસે પહોંચતાં ભદ્રબાહુ સ્વામીએ પિતાનું આયુષ્ય ક્ષીણ થયેલું જાણું તે પર્વત ઉપર અનશન કરી સ્વર્ગ ગમન કર્યું હતું.
વેતાંબરોની તથા દિગબરોની આ બન્ને માન્યતાઓ કેવી કાલ્પનિક છે તે હવે આપણે જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org