________________
૨૯૬
મૂળ જૈન ધર્મ અને
નિહ શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીના સ્વર્ગગમન પછી થયેલા છે. એટલે તેમણે તે લખ્યા ન જ હોય તે સમજી શકાય તેવી વાત છે.
નિન્દવના વર્ણનમાં તે નિ~વ કયારે થયો હતો એ જણાવેલું છે. પૂર્વે થઈ ગયેલ વ્યકિત ભવિષ્યમાં થનાર માટે
“અમુક વર્ષે અમુક થયા હતા ” એવા શબ્દો વાપરે નહિ. ૬. ભદ્રબાહુ સ્વામીની જ રચેલી ઓઘ નિર્યુક્તિના મંગળાચરણ
માંની ગાથામાં નિયુકિતકાર અરિહંત, ચૌદ પૂર્વી, દશ પૂર્વી તથા એકાંગધર એ સર્વ મુનિઓને નમસ્કાર કરે છે. એ ઉપરથી સાબિત થાય છે કે શ્રી ભદ્રબાહુ સ્વામી એકાંગધર મુનિઓની
પછી જ થયેલા છે. ૭. ભદ્રબાહુ સ્વામીના રચેલા દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન જે કલ્પસૂત્રના નામથી પ્રસિદ્ધ છે તેમાં સ્થવિરાવલી આપી છે. જુની માન્યતા પ્રમાણે કલ્પસૂત્રને શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીનું રચેલું માની લેવાથી ગુંચવાડે ઉભો થયો હતો કે ભદ્રબાહુ સ્વામી વીર સં. ૧૭૦ માં સ્વર્ગવાસ થયેલા તેઓ તેમના પછી સ્થવિરાવલી ક્યાંથી આપી શકે ? માટે અનુમાન કર્યું કે તે સ્થવિરાવલી શ્રી દેવદ્ધિ ગણિએ પાછળથી ઉમેરેલી છે.
આ માન્યતા ઘણું દેવાળી છે કારણ કે બીજાના ગ્રંથમાં એવો ઉમેરે કરવાથી મૂળ ગ્રંથકારની મહત્તાને હાનિ પહોંચે છે. એમ શ્રી દેવદ્ધિગણિ જેવા મહાપુરુષ સમજે જ. તેથી એવી જાતને ઉમેરો. કરે નહિ.
વળી તેની છેવટની ગાથામાં લખ્યું છે કે–“સૂત્રાર્થરૂપી રન્નેના ભંડાર, ક્ષમા, સંયમ, માર્દવ ગુણોથી ભરેલા એવા કાશ્યપ ગોત્રના શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રીમણને હું નમસ્કાર કરું છું.”
કોઈ પણ વિદ્વાન પિતે પોતાના માટે આવા શબ્દો ઉચ્ચારે જ
રાત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org