________________
* * * *
-
-
- - -
-
--
-- --
-
*-
૨૮૨
મૂળ જૈન ધર્મ અને કરી છે તે ઉપરથી વિચારક સમજી શકે છે કે એ કથામાં કંઈ પણ વાસ્તવિક્તા નથી.
ઉપસંહાર
જૈન ધર્મ એક જ છે અને તે અનાદિને ચાલ્યો આવે છે. વિક્રમની બીજી સદીમાં એક જ ચાલ્યા આવતા જૈન ધર્મમાં બે ફાંટા પડયા. તે ફાંટા પડવાની અપેક્ષાએ કહીએ તે વેતાંબર અને દિગંબરની ઉત્પત્તિ તે વખતે થઈ એમ કહી શકાય.
પરંતુ બે સગા ભાઈએ જુદા પડે તેથી તેઓ એક બીજા તરફ ઠેષ રાખી એકબીજાને માટે યુદ્ધાતદ્દા લે તે જૈનત્વને જરા પણ છાજતી વાત નથી. એટલે
વેતાંબરોએ પિતાની કથામાંથી અતિશયોક્તિઓ નાબુદ કરી નાખવી જોઈએ તેમ જ દિગબરેએ પણ તેમની ઉપજાવી કાઢેલી કથાઓને નાશ કરવો જોઈએ,
સત્યતા એ ધર્મને મૂળ પાયે છે. બંને પક્ષ સત્યને જ અપનાવે તે વેરવિરોધ એક ક્ષણ પણ ટકી શકે નહિ એટલું જ નહિ પણ એકતા જ થઈ જાય એટલે મૂળ પ્રમાણે જૈન ધર્મ એક જ બની જાય.
સંપ્રદાયવાદીએ સાચું જૈનત્વ
ક્યારે અપનાવશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org