________________
પ્રકરણ ઓગણીશમું શ્રી ભદ્રબાહુ સ્વામી પહેલા અને બીજા
પહેલા ભદ્રબાહુ સ્વામી જૈન શ્રમણ પરંપરામાં બે ભદ્રબાહુ સ્વામી થઈ ગયા છે. પહેલા ભદ્રબાહુ તે ચૌદ પૂર્વધર કેવળી ભદ્રબાહુ સ્વામી. તે આચાર્ય શ્રી યશોભદ્રસૂરિના શિષ્ય અને આ. સંભૂતિવિજ્યજીના ગુરુભાઈ હતા.
શ્રી સંમૂતિવિજયજીના સ્વર્ગવાસ સમયે તેમના શિષ્ય સ્થૂળભદ્ર નવા જેવા જ હતા. તેથી સંભૂતિવિજ્ય પછી ભદ્રબાહુ સ્વામી આચાર્ય પદે આવ્યા હતા,
તેમણે ૪૫ વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી, ૬૨ વર્ષની ઉંમરે યુગ પ્રધાનપદે આવ્યા હતા અને ૭૬ મા વર્ષે વીર સં. ૧૭૦ માં સ્વર્ગગમન કર્યું હતું. એટલે ૧૭ વર્ષ સામાન્ય શ્રમણ તરીકે અને ૧૪ વર્ષ યુગ પ્રધાનપદે રહ્યા હતા.
તેઓ છેલ્લા ચૌદ પૂર્વધર ગણાય છે. કારણ કે તેમણે સ્થૂળભદ્રજીને દશ પૂર્વ અર્થ સહિત શિખડાવ્યા પછી પૂળભદ્રજીએ શ્રુતપ્રભાવ બતાવવા માટે તેમની બહેને સાધ્વી થયેલી તેઓ વાંદવા આવતાં સિંહનું રૂપ ધારણ કરેલું તેથી હવે અર્થ શિખવાને અયોગ્ય ગણીને બાકીના ચાર પૂર્વ મૂળમાત્ર શિખડાવેલા હતા. અને તે પણ બીજા કોઈને ન શિખવવાની શરત સહિત શિખડાવેલા હતા, તેથી શ્રી ભદ્રબાહુ સ્વામી છેલ્લા ચૌદ પૂર્વધર ગણવામાં આવે છે.
તેમના સમયમાં મધ્ય ભારતમાં પહેલ વહેલો બાર વર્ષને લાંબે ભયંકર દુકાળ પડેલો હતો. તે વખતે ભદ્રબાહુ સ્વામી તથા તેમના શિષ્ય પૂર્વના પ્રદેશોમાં ચાલ્યા ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org