________________
૨૮૦
મૂળ જૈન ધર્મ અને
કરવામાં આવે છે તેમાં હસ્તક્રિયા પણ એવી હેય છે કે અનભિન્ન માણસ તેને નમસ્કાર સમજી લીએ.
પં. વામદેવજીએ વેતાંબર મુનિને એ પ્રમાણે યોગક્રિયા કરતા ક્યાંક જોયા હશે. તેમને જોઈને પંડિતજીએ માની લીધું . કે આ શાંતિ વ્યંતરની પૂજા કરે છે.
પયુ પાલન શબ્દનો પત્તો નથી પં. વામદેવજી “પર્કપાસન” શબ્દ–નામ ક્યાંથી ઉઠાવી લાવ્યા તેની સમજ પડતી નથી. કારણ કે એ નામને કે તેને મળતા ભળતા કોઈ નામને દેવ ભવેતાંબર સંપ્રદાયમાં માનવામાં આવતો નથી.
હાડકાંની પૂજાનું રહસ્ય ભટ્ટારક રત્નનંદીની હાડકાંની પૂજાની કલ્પનાએ તે પહેલાંના બને લેખકોને મહાત કરી દીધા છે.
વેતાંબર સાધુ તેમની પાસે જે સ્થાપનાચાર્ય રાખે છે તેને લક્ષ્ય કરીને રત્નનંદીની આ કલ્પના છે. કવેતાંબર જૈન સાધુઓમાં પિતાના આચાર્યની સ્થાપના રાખવાની પ્રાચીન પ્રવૃત્તિ છે. સ્થાપનામાં આચાર્યની મૂર્તિ કે ચિત્ર નહિ પણ પાંચકોડા રાખે છે. તેને આકાર ઘુંટણની ઉપરના હાડકાને મળતો હોય છે. ભટ્ટાકજી મહારાજે
ક્યાંક એવા કેડીરૂપ સ્થાપનાચાર્યને જોઈ લીધા હશે અને તરત લખી દીધું કે “એ શાંતિસૂરિનાં હાડકાં છે.”
અને તેઓ એમ કહે છે કે આજે પણ એ “ખમણુદિડી” એવા નામથી પ્રસિદ્ધ છે. તે વખતે એ કલ્પિત નામ નંદી ક્રિયામાં આવતા “ખમાસમણહથેણું” એ શબ્દ ઉપરથી અથવા ગુરુને વંદન કરવાને માટે “ખમાસમણે શબ્દ બોલાય છે તે ઉપરથી એ “ખમણદિડી” નામ ઉપજાવી કાઢયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org