________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૮
૨૭૯ ભારે કટ્ટરતાપૂર્વક ખંડન કરીને શ્વેતાંબર પરંપરાની પુષ્ટિ કરી છે.
શાંતિબંતર પૂજાનું રહસ્ય ભદ્રારક દેવસેન ઉપદ્રવની શાંતિ માટે શાંતિવ્યંતરની પૂજા કરવાની વાત લખે છે. તે વાસ્તવમાં વેતાંબર જૈન પરંપરામાં પ્રસિદ્ધ શાંતિસ્નાત્રાનું સૂચન છે.
વેતાંબરોમાં ઘણું પ્રાચીન વખતથી જિન ભગવાનના જન્માભિષેક મહોત્સવ કરવાની પ્રવૃત્તિ ચાલી આવી હતી. પાછળના સમયમાં તે “શાંતિસ્નાત્ર” તથા “શાંતિ પૂજા” એ નામથી પ્રચલિત થઈ હતી. અને તે આજ સુધી એ જ નામથી પ્રસિદ્ધ છે.
તેમાં ભગવાન આદિનાથ, અજિતનાથ, શાંતિનાથ, તથા પાર્શ્વનાથની પ્રતિમાઓનું ૨૭ વાર અથવા ૧૦૮ વાર અભિષેક તથા પૂજન કરવામાં આવે છે. તેના પ્રારંભમાં ગ્રહ તથા દિપાળોને બલિદાન પણ અપાય છે. ભારક દેવસેનજીએ આ શાંતિપૂજાનું નામ સાંભળીને દ્વેષથી શાંતિ વ્યંતરની તથા તેની પૂજાની કલ્પના કરી નાખી એમ સમજાય છે.
વામદેવની ચેરસ પટ્ટીનું રહસ્ય ૫. વામદેવજી આઠ આગળ લાંબી ચરસ લાકડાની પટ્ટી પર કવેતવસ્ત્ર બિછાવીને શાંતિ વ્યંતરની પૂજા કરવાની વાત કહે છે એ કથન વસ્તુતઃ વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત યોગ ક્રિયાનું સૂચક છે.
વેતાંબર મુનિ સૂના યોગ સંબંધી કાળ, ગ્રહણ, સ્વાધ્યાય, પ્રસ્થાપન આદિ ક્રિયાઓ કરે છે તે વખતે અંદાજે આઠ આગળ લાંબી અને ચાર પાંચ આંગળ પહોળી એક લાકડાની પટ્ટી પિતાની સામે રાખે છે. અને તેના ઉપર સફેદ વસ્ત્ર પણ બિછાવે છે. તેની આગળ જે વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org