________________
૨૩૪
મૂળ જૈન ધર્મ અને
ખાસ વિશેષ કડક અને ઉગ્ર આચાર હતું તે આ કાળમાં પાળી ન શકાય તે કારણે તેટલે આચાર જ પાડીને તેને જિનકલ્પનું નામ આપ્યું હોય એમ જણાય છે.
મૂળ આચારના નિયમોમાં ફેરફાર કર્યા વિના ઉચ્ચતમ નિર્ચ થના ઉત્કૃષ્ટ આચારને તે પ્રમાણે કહીને જુદે પાડી તેને જુદું નામ આપવામાં કાંઈ ખોટું થતું નથી. પરંતુ અચેલક અને જિનકલ્પ એ બે જુદી બાબત હોવા છતાં તે બને એક ગણી કાઢવી એ ખોટું છે. એટલે એટલી વાત સૂત્ર વિરુદ્ધની ગણાય.
જિનકલ્પથી સર્વજ્ઞતાને બાધ જિનકલ્પ ભગવાન મહાવીરે પ્રરૂપેલ છે એમ માનવાથી ભગવાનની સર્વજ્ઞતાને જ બાધા પહોંચે છે તે આ પ્રમાણે
ભગવાને આચારાંગ સૂત્રમાં જિનકલ્પની કોઈ જ વાત કરી નથી. શિષ્યોને સાધુના આચાર સંબંધી વાત કરતી વખતે જિનકલ્પનું નામ આપીને કોઈ પણ વ્યાખ્યા કરી નથી, ત્યારે શિખાને બીજા વિષયની વાત કરતી વખતે ભગવાન શિષ્યોને જિનકલ્પનો ઉલ્લેખ કરે જ નહિ. કારણ કે ભગવાન તે જાણે છે કે તેમણે શિષ્યોને જિનક૯૫નું નામ સુદ્ધાં ભતાવ્યું નથી તો શિષ્યો જિનકટપનું નામ ભગવાનના મુખમાંથી સાંભળે તે પણ તેઓ જિનકલ્પ શું તે સમજી શકે જ નહિ.
એટલે સર્વજ્ઞ ભગવાન એવી અસંબદ્ધ વાત કરે જ નહિ. ભગવાનને નામે આવી વાત કહેનારા ભગવાનને સર્વજ્ઞ માનતા નથી એ સાબિત થાય છે,
સંપ્રદાયવાદીઓ ભગવાને જિનકલ્પની વ્યાખ્યા કરીને જિનકલ્પની પ્રરૂપણ કરી હતી એવું તો સાબિત કરતા જ નથી. પણ આડકતરી રીતે જિનકલ્પ સાબિત કરવાની કોશીશ કરે છે. ત્યારે જિનકલ્પને ભગવાનના નામે ચડાવવાની વાત કેમ માની શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW