________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
૨૧૯
(૩) કુલિન પુરુષનું પુરુષ ચિન્હ અશ્વની પેઠે ધણુ ગૂઢ હોય છે. તેમની ગુહ્યેદ્રિય, શિરાઓ ન દેખાય તેવી હોય છે.
(૪) નગ્નત્વ એ તેા પહેલા વઋષભનારાચ સધયણવાળા અને વનમાં રહેનારા જિનકલ્પી સાધુતા જ આચાર છે. પણ સામાન્ય સાધુ માટે ભગવાને નગ્નત્વ પ્રરૂપેલ નથી. કારણકે જિનકલ્પ તે દશપૂર્વથી વધારે જ્ઞાન ધરાવનારજ ગ્રહણ કરી શકે પણ તેથી ઓછું જ્ઞાન ધરાવનારા જિનકલ્પ ગ્રહણ કરી શકે નહિ.
(૫) નગ્નતા અશિષ્ટ છે કારણકે સ્ત્રી નગ્ન પુરુષની સામે જોઈ શકે નહિ. મૂર્તિ પૂજક શ્વેતાંબરીએ આ બધા ખાટા બચાવે! પાછળથી ઊભા કરેલા છે. ઉપજાવી કાઢેલા છે. તે ઉપજાવવાનું ફક્ત એકજ કારણ છે કે
-
શ્વેતાંબર દિગબર અને પક્ષને એકાંત આગ્રહ
ઉપર આપણે જોઈ યા કે અચેલકત્વ એ મૂળ આચાર છે અને શીત તથા લજ્જા સહન નહિ કરી શકનાર સાધુ માટે અપવાદ તરીકે એકથી ત્રણ વસ્ત્રની છૂટ હતી.
વસ્ત્રધારી કરતાં અચેલક વિશેષ શક્તિવાળા ગાય એ તે સ્વાભાવિક છે. ઇતિહાસ ઉપરથી એમ સમજી શકાય છે કે જ્યારે કાળે પેાતાના પ્રભાવ દેખાડ્યો, બાર દુકાળી પડી, વગેરે કારણોથી મેટા ભાગના સાધુએ વસ્ત્ર ધારણની તરફેણમાં થઈ ગયા ત્યારે કેટલાક ધર્મચુસ્ત સાધુએ. નગ્નત્વની તરફેણમાં રહ્યા.
એ પ્રમાણે પણ ઘણુમાં આવ્યા તેથી બન્નેમાં મમત્વ, અહંકાર ઉત્પન્ન થયા અને તેથી બન્નેએ એકાંતવાદ ધારણ કર્યો. એક પક્ષે સંચેલકપણાનો જ આગ્રહ રાખ્યા અને બીજાએ અચેલકપણાનો આગ્રહ રાખ્યા. એ ઘણુ જ્યારે પરાકાષ્ટાએ પહોંચ્યું ત્યારે બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org