________________
--
---
==
=
==
હાલના સંપ્રદાચ પ્ર. ૧૪
૨૦૭ દરેક તીર્થકરને ધર્મ એકસરખો જ હોય
ન ધર્મ શાશ્વત છે. જેને સિદ્ધાંત શાશ્વત છે. સર્વ તીર્થ કરે એક સરખો જ ધર્મ પ્રરૂપે છે. એટલે કોઈ તીર્થકરને ધર્મ સચેલક હેય અને કોઈ તીર્થકરેને ધર્મ અચેલક હેય એમ માનવું ઉચિત નથી.
તીર્થકર ભગવાન પોતે નગ્ન રહે અને તેમના શિષ્યોને બહુમૂલ્ય વસ્ત્ર ધારણ કરાવે એ વદતિ વ્યાધાત છે. એવું બની શકે જ નહિ. તીર્થંકર ભગવાન પોતે જેવો આચાર પાળે તે જ આચાર પાળવાનું શિષ્યોને કહે.
પ્રાચીન શહેરના ખોદ કામમાંથી લગભગ દશહજાર વર્ષ પહેલાંની જૈન તીર્થકરોની મૂર્તિઓ મળી આવી છે. તે સર્વ મૂર્તિ નગ્ન જ છે. તે સાબિત કરે છે કે જૈન તીર્થંકર નગ્ન હતા એટલે બધા તીર્થકરોએ સાધુઓ માટે પણ નગ્નત્વ જ પ્રરૂપ્યું હતું.
મૂર્તિ નગ્ન માણસની બનાવી શકાય છે તેમ જ વસ્ત્રધારીની પણ બનાવી શકાય છે. એટલે તીર્થકરે વસ્ત્રધારી હેત તે તેમની મૂર્તિઓ પણ વસ્ત્રધારી મનુષ્ય રૂપે જ બની હેત. પરંતુ સર્વ મૂતિઓ નગ્ન જ બનેલી છે તે સાબિત કરે છે કે સર્વ તીર્થકરો નગ્ન જ હતા. અને તેમણે સાધુઓ માટે નગ્નત્વ જ પ્રરૂપ્યું હતું.
દરેક તીર્થકરે નિર્બળ સાધુ માટે જરૂર પડયે વસ્ત્ર ઓઢવાની છૂટ આપી હોય તો તે સંભવિત છે. પરંતુ તે અપવાદરૂપ જ ગણું શકાય. ઉત્સગ તો નગ્નત્વ જ હેય. કારણકે –
- નિર્ગથપણું મેહના ક્ષય માટે લેવાય છે. અને મેહક્ષય સંપૂર્ણ ત્યાગ સિવાય થઈ શક્તા નથી. સંપૂર્ણ ત્યાગ એટલે સંપૂર્ણ અપરિગ્રહતા. - ભાવથી સર્વ કષાયોને ત્યાગ, રાગદ્વેષને ત્યાગ, તેમ જ દ્રવ્યથી સર્વ પ્રકારના વસ્ત્ર તેમજ આભૂષણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org