________________
૨૦૬
મૂળ જેન ધર્મ અને
સલકવાદી શિથિલાચારીઓ વસ્ત્ર માટેના પિતાના ગાઢ મહિના બચાવ માટે બાવીશ જિનના સાધુને બહુમૂલ્યવર્લ્સવાળા ઠરાવતાં જરાય અચકાયા નહિ! બાવીશ જિનના ઉત્તમ સંહનનવાળા અને સાચા નિથાને પોતાના કરતાં પણ વિશેષ શિથિલાચારી બનાવતાં સલકવાદીઓને અસત્યને જરાપણ ડર લાગ્યા નહિ!! અને બહુમૂલ્યવાળા એટલે રેશમી વસ્ત્રો પહેરનાર ઠરાવી દીધાં!! સંયમી મહાત્માઓની કેવી નિંદા!
લોક વ્યવહારની દષ્ટિએ પણ નિગ્રંથ સાધુને રંગીન બહુમૂલ્યવાળા વસ્ત્રો હોય તે કેટલું બધું અજુગતું લાગે છે! એનો તો વસ્ત્રના આગ્રહવાળાઓએ કંઈ પણ ખ્યાલ રાખ્યો નહિ. બહુમૂલ્યવર્લ્સવાળાને અપરિગ્રહી કેમ કહેવાય તે વિચાર્યું જ નહિ !!
જેને મમત્વભાવ દૂર થયે હેય તેને બાહ્યમાં પણ વસ્ત્ર ન હોય એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે સાચા નિગ્રંથ સાધુ દ્રવ્યથી અને ભાવથી અપરિગ્રહી, અચેલક નગ્ન જ હોય. બહુમૂલ્ય વસ્ત્રવાળા સાધુઓને દ્રવ્યથી નિર્ચથ કહી શકાય નહિ. એટલે કે બાવીશ જિનના એ મહામુનિઓને દ્રવ્યથી નિર્ચથપણું જ નહેતું એમજ કરાવી દીધું!
મોહ કેવાં કેવાં અનુચિત કાર્યો કરાવે છે!
એટલું ધ્યાનમાં રાખવું કે જેનધ સાધુ માટે જ નગ્નત્વ પ્રરૂચુ છે પરંતુ સ્ત્રીઓને નગ્નત્વનો નિષેધ કર્યો છે. સાધ્વીજીએ વસ્ત્રધારી જ હેય,
સૂત્રના સત્યયુદ્ધ અર્થને છુપાવે, ગપ, ફેરવે મહા મેહનીય કર્મ બંધાય તેમજ સંયમી આચાર્ય, ઉપાધ્યાય, સાધુની નિંદા કરે તે મહામહનીય કામ અંધાય તે કેઈએ ભૂલવું જોઈએ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org