________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
૨૦૧
અલબત્ત, સચેલકવાદ અસ્તિત્વમાં આવ્યા પછી બીજા સૂત્ર શાસ્ત્રોમાં સચેતત્વની પ્રરૂપણું કે પુષ્ટિની વાતે ઉમેરવામાં આવી છે. અને તે વાતો એકસરખી નહિ પણ પાછળ પાછળ બનેલા શાસ્ત્રોમાં પરિગ્રહ (વસ્ત્ર પાત્ર વગેરે) વધારતા જવાની જ વાત છે તે સાબિત કરે છે કે એ બધું પાછળથી ઉમેરાયેલું છે.
સર્વર ભગવાનના વચનમાં કે વિધાનમાં ક્યાંય પણ વિરોધ હોઈ શકે જ નહિ એટલે નગ્નતા વિરુ
ના કે સચેલકત્વ નિરૂપણના જે જે વિધાને છે તે બધાય પાછળથી ઉમેરાયેલા છે એમ એકસપણે કહી શકાય,
ભગવાન મહાવીરે સાધુઓ માટે વસ્ત્રધારણ પ્રરૂપ્યું હતું. એમ બતાવવા માટે સંપ્રદાયવાદીઓ આચારાંગ સૂત્રના પહેલા મૃત સ્કંધના બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશાનું ૫મું સૂત્ર (સળગ સૂત્ર ૮૯) ઉધૂત કરીને કહે છે કે –
“અહીં મુનિઓને વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, સ્થાન અને આસન વિવેકપૂર્વક ગ્રહણ કરવાની આજ્ઞા આપી છે.”
આચારાંગ સૂત્રના મેં ઉપર ઉલ્લેખો આપ્યા છે તેમાં સર્વ સાધુઓ માટે નગ્નતા, લજજા નહિ સહન કરનાર માટે લગોટ અને શીત (ઠંડી) સહન કરી નહિ શકનાર માટે એકથી ત્રણ વસ્ત્રની ભગવાને છૂટ આપી છે એ મેં બતાવેલું છે. મારા આ ઉલેખો ખોટા છે એમ તે કઈ કહી શકતા નથી. પણ તેની સામે ઉપરના સૂત્રનો ઉલ્લેખ કરી સર્વ સાધુ માટે વસ્ત્ર ધારણુની ભગવાને છૂટ આપી છે એમ કહે છે.
એટલે કે–એક વખત ભગવાન સર્વ સાધુ માટે નગ્નવ પ્રરૂપે છે અને બીજી વખત ભગવાન સર્વ સાધુઓ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org