________________
૨૦૦
મૂળ જૈન ધર્મ અને
ગાથામાં જેનું નામ નિશાન જ નથી તેવા–પ્રમાણપત શ્વેત વસ્ત્ર રાખવાવાળા સ્થવરિ કપી અથવા સર્વથા નગ્ન રહેવાવાળા જિનકપી– એમ એક નન શબ્દની બદલીમાં અગીઆર શબ્દની હારમાળા ગોઠવી દીધી!
વળી અહીં પણ આખી ગાથાને સંબંધ ફક્ત શરીરના બાહ્ય લક્ષણ સાથે જ છે. વિભૂષા, શણગાર એ પણ શરીરની બાહ્ય વસ્તુ છે. ગાથામાં કયાંય પણ આત્માના આંતરિક ભાવ સાથે સંબંધ નથી. છતાં ગાથામાં નહિ વપરાયેલા એવા “દ્રવ્ય અને ભાવ” નવા શબ્દો ગાથાના અર્થમાં ઉમેરી દીધા છે. તક ૨. વસ્ત્રધારી પરિગ્રાહી ગણાય?
વસ્ત્રધારણ કરનાર સાધુ પરિગ્રહી ગણાય એવી કાંઈ મારા ઘરની વાત નથી પણ ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રમાં લોકસાર નામના પાંચમા અધ્યયના બીજા ઉદ્દેશામાં સૂત્ર ૧૪૮ માં અ૫ કે સૂક્ષ્મ પરિગ્રહવાળાને સાધુ નહિ પણ પરિગ્રહી ગયા છે. વસ્ત્રને પરિગ્રહ ન કહેવાય તેવું ભગવાને ક્યાંય પણ કહ્યું નથી.
પરંતુ અત્યારના સંજોગાનુસાર સાધુને અ૫ વસ્ત્રના પરિગ્રહની છૂટ લેવી પડે છે એમ કહી શકાય, પણુ ભગવાને વસ્ત્ર પરિધાનની છૂટ આપી છે એમ કહેવું તે સંસાર વધારવાનું કારણ બની શકે છે. તર્ક ૩. આચારાંગમાં વસ્ત્રધારણનું વિધાન
આ મુદ્દો જ બેટી રીતે ઉભો કરેલો છે. કારણ કે આચારાંગ સૂત્રમાં સાધુને પહેરવાના વસ્ત્રના વિધાનનું કયાંય નામ નિશાન પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org