________________
૧૯૯
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
એટલે કે–સૂત્રકારને નગ્નભાવના ઠેકાણે “ભાવનગ્ન” શબ્દ વાપરવાની ખબર નહતી તેથી સંપ્રદાયવાદીઓએ સૂત્રકારની ભૂલ સુધારી છે. મતલબ કે સર્વજ્ઞ ભગવાને વાપરેલા શબ્દ ખોટા હેવાથી સંપ્રદાયવાદીઓએ ભગવાનની ભૂલ સુધારી છે!
આવા તે ઘણું શબ્દોના અર્થ ફેરવવામાં આવ્યા છે. જેમકે-- શ્રી દશવૈકાલિક સૂત્રના અ, ૬ ની ગાથા ૬૫નીચે પ્રમાણે છે
नगिणस्स वा वि मुंडस्स, दीहरोमनहसिणो ।
मेहुणा उवसंतस्स, किं विभूसाइ कारियं । અર્થ–નગ્ન, મુંડિત, લાંબા નખ અને વાળવાળા તથા મૈથુનથી વિરત (ઉપશાંત) સાધુને વિભૂષાનું શું પ્રજન?
સંપ્રદાયવાદીઓએ બહાર પાડેલ દશવૈકાલિક સૂત્રમાં આ ગાથાને અર્થ નીચે પ્રમાણે આપ્યો છે–
પ્રમાણે પેત શ્વેત વસ્ત્ર રાખવાવાળા સ્થવિરકલ્પી અથવા સર્વથા નગ્ન રહેવાવાળા જિનકલ્પી દ્રવ્ય તથા ભાવથી મુંડિત, જેના નખ તથા કેશ મોટા વધેલા છે તથા જે મૈથુન ભાવથી ઉપશાંત અર્થાત દૂર રહેવાવાળા છે એવા સાધુને શરીરની શોભા એવં શંગારનું શું પ્રયોજન છે? અર્થાત કશું પ્રયોજન નથી.
આ ગાથામાં સ્પષ્ટ એકલો નગ્ન શબ્દ જ વાપરેલો છે. નગ્ન શબ્દ સાથે ભાવ શબ્દ જોડેલો નથી. તેથી ઉપરની પેઠે શબ્દને ઉલટાવીને “ભાવનગ્ન” શબ્દ બનાવી શકાય તેમ નથી. અને સ્પષ્ટ નગ્ન શબ્દ તે તેમની સાંપ્રદાયિક માન્યતાને જમ્બર ફટકે લગાવનાર છે. તેથી નવી યુકિત કરી કે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org