________________
૧૮૫
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
સત્યને નહિ ગા૫વતાં સત્ય તરીકે જાહેર કરવામાં
વાંધો છે? ધર્મમાં સત્યને જાણવાની, સમજવાની અને અનુસરવાની ઇચછા રાખવાથી ધર્મની એકતાને નજીક લાવી શકાય છે અને સત્યને અપનાવી તે પ્રમાણે વર્તવાથી ધર્મની એકતા સાધી શકાય છે.
ધર્મમાં સત્યને સત્ય તરીકે નહિ સ્વીકારતાં સત્યને પવીને જુદા રૂપથી પ્રરૂપણ કરવાથી અસત્યને દોષ લાગે છે અને એ રીતથી એકતા પાછી હઠે છે, ત્યારે સત્યને સત્ય તરીકે સ્વીકારવાથી એકતાને અથવા સમન્વયને માર્ગ સરળ બને છે.
પહેલાં પાંચ પ્રશ્નોનું સમાધાન
આ દશે ય પ્રશ્નોનું કેન્દ્રસ્થાન મુનિશ્રી પાર્શ્વકુમારજી બરાબર સમજ્યા છે તે પ્રમાણે સાધુઓનું નગ્નત્વ અથવા અચેલકત્વ છે, કારણ કે નગ્નત્વને અનુલક્ષીને જ મેં આ બધા પ્રશ્નો ઉપસ્થિત કરેલ છે. તેથી પાંચ પ્રશ્નોને એકી સાથે વિચાર કરીશું.
સ્થાનકવાસી તેમ જ મૂર્તિપૂજક અને સંપ્રદાય તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામી નગ્ન વિચરતા હતા એમ તે કબૂલ કરે છે જ. પરંતુ ભગવાને સાધુ માટે મુખ્યત્વે નગ્નત્વ જ પ્રરૂપેલ છે એ વાત જાણે કરીને છુપાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org