________________
હાલના સપ્રડાયા પ્ર. ૧૪
૧૮૩
(૪) ભગવાને નગ્નત્વ પ્રરૂપ્યું છે અને નગ્નત્વ અશિષ્ટ નથી એમ માનવામાં આવે તેા ભગવાનના નગ્ન દેખાવામાં અશિષ્ટતા ન ગણાય એમ માનવુ પડે ને?
(૫) ભગવાન નગ્ન દેખાય તે અશિષ્ટ હોય તે। ભગવાનના શિષ્યા નગ્ન દેખાય તે અશિષ્ટ કેમ ન ગણાય?
( ૬ ) ભગવાન મુહપત્તિ ખાંધતા હતા એવું કયા સૂત્રમાં છે? ન હોય તે કેમ નથી ?
"
( ૭ ) શ્વેતાંબર સાહિત્યમાં અચલેક અથવા જિન કલ્પી સાધુની કથા કયા સૂત્ર શાસ્ત્રમાં છે? સચેલક સાધુઓની અનેક કથાઓ છે તે પ્રમાણે અચેલકની કથા પણ હોવી જોઈ એ. તેવી કથા ન હોય તે તેનું શું કારણ ?
શ્વેતાંબર સપ્રદાયની ધણી કથાઓમાં જ્યાં ગૃહસ્થને કેવળજ્ઞાન ઉપજે ત્યાં એમ આવે છે કે તેમને કેવળજ્ઞાન ઉપજ્યા પછી દેવ આવીને તેમને મુનિવેષ આપે અને કેવળી મુનિવેષ ધારણ કરે તે પછી જ તેમને વંદન નમસ્કાર કરે. ત્યારે નીચેના ત્રણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
( ૮ ) કેવળી સુનિવેષ ન પહેરે તે પહેલાં તેમને નમસ્કાર કેમ ન કરે? કારણ કે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ છે તેની દેવને ખબર છે જ. તેમજ તે વખતે કેવળીની પાસે બીજા ગૃહસ્થા હોય તેમને પણુ કેવળીને કેવળજ્ઞાન ઉપજ્યું છે તેની ખબર તે। પડી જ હેય અથવા તા દેવ તેમને ખબર આપી શકે. તે પછી તેમને મુનિવેષ પહેર્યાં પહેલાં કેવળી તરીકે વદન કરવામાં શા વાંધે ?
( ૯ ) કેવળજ્ઞાન ઉપજ્યા પછી કેવળીને મુનિવેષ પહેરવા જ જોઈ એ એવું વિધાન કયા સૂત્રમાં અને કયે ઠેકાણે છે ? તે કેવી અચેલક રહે તે શું તે અશિષ્ટ ગણાય ? અને તેમને વસ્ત્રના પરિગ્રહ શા માટે જોઈ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org