________________
પ્રકરણ ચૌદ
દશ પ્રશ્નો અને તેનું
સમાધાન
મૂળ જૈન ધર્મ એક જ છે અને તેમાં સાધુઓ માટે અલકત્વ, નગ્નત્વજ પ્રરૂપેલું હોવા છતાં હાલમાં શ્વેતાંબર સંપ્રદાય એકાંતિક રીતે સચેલક ધર્મ જ પ્રરૂપે છે તેથી સત્ય તારવવા માટે મેં નીચે પ્રમાણે દશ પ્રશ્નો તૈયાર કર્યા હતા અને તે સ્થાનકવાસી તેમજ મૂર્તિપૂજક
વેતાંબર સંપ્રદાયના પત્રમાં પ્રગટ થયા હતા. તે દશ પ્રશ્નો નીચે પ્રમાણે છે
દશ પ્રશ્નો (૧) તીર્થકર ભગવાન દીક્ષા લીધા પછી નગ્ન જ રહે છે પણ તેઓ નગ્ન દેખાય નહિ. કારણ કે નગ્ન દેખાવું તે અશિષ્ટ ગણાય માટે નગ્ન દેખાતા નથી એમ વેતાંબર મૂર્તિ પૂજકો તથા સ્થાનકવાસીઓ માને છે. તે કેટલાક માને છે તેમ આ જે તીર્થકર ભગવાનને અતિશય હોય તે તે ભગવાનના ૩૪ અતિશયમને કેટલામો અતિશય ગણાય છે? અથવા -
(૨) જે તે અતિશય ન હોય તે શા કારણથી તેઓ નગ્ન દેખાતા નથી ? અને તીર્થકર ભગવાન નગ્ન દેખાય નહિ એવું કયા સૂત્રમાં કયે ઠેકાણે જણાવ્યું છે ?
(૩) નગ્ન દેખાવું એ અશિષ્ટ છે માટે તીર્થકર ભગવાન નગ્ન દેખાતા નથી તે પણ આચારાંગ સૂત્રમાં ભગવાને અચેલક (નગ્ન) નિર્ચ પ્રરૂપ્યા છે. જે અચેલકપણું (નાગ્રત્વ) અશિષ્ટ છે કે ભગવાને નગ્નત્વ શા માટે પ્રરૂપ્યું? ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org