________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૬૧
વાસુદેવ ૫૮ી નિયાણું કરવાથી જ પ્રાપ્ત થાય છે. છતાં કૃષ્ણ વાસુદેવને સમક્તિ પ્રાપ્ત થયું હતું અને શ્રી નેમિનાથ તીર્થકર ભગવાનના તેઓ અનન્ય ભકત હતા એટલે દ્રૌપદીને પણ સમક્તિ પ્રાપ્ત થઈ ગયું હોય તે સંભવિત છે.
ત્યારે બીજો પ્રશ્ન એ રહે કે મૂર્તિપૂજકોના કહેવા પ્રમાણે દ્રૌપદીએ બે વાર જિનપુજા કેમ કરી ? કારણ કે એક તો કયબલિકમ્મા શબ્દ પ્રમાણે અને પછી જિનઘરમાં એમ બે ઠેકાણે દ્રૌપદીએ પૂજા કરી હતી એમ મૂર્તિપૂજકો કહે છે.
અહીંઆ મને એ સંભવિત લાગે છે કે દ્રૌપદીએ સ્નાનગૃહમાં કયબલિકમ્માના અર્થ પ્રમાણે જુદી ઓરડીમાં જિનપ્રતિમા હશે તેને વંદન નમસ્કાર કર્યા. અને બીજી વાર જિનઘરે જવાની વાત નથી અને બનાવટી લાગે છે, કારણ કે
રાજમહેલની અંદર બે જિનાર હોવાનું સંભવિત નથી (૧) સ્નાનગૃહના મકાનની અંદર અને (૨) બીજા મકાનમાં પણ રાજમહેલની વંડીની અંદરજ, જે જિનઘર એટલે મંદિર રાજમહેલની બહાર હોય તો સૂત્રકાર તે પ્રમાણે જણાવત. વળી રાજમહેલની બહાર મંદિર હેત તે દ્રૌપદી ચાલીને નહિ પણ રથમાં બેસીને જ જાત. પણ સૂત્રમાં તે ચાલીને જવાની જ વાત છે. એટલે બીજીવાર દ્રૌપદી જિનધરમાં ગઈ તે આખી વાત પ્રક્ષિપ્ત લાગે છે. કારણ કે આ જ્ઞાતાસૂત્ર કે બીજા કોઈપણ અંગસૂત્રમાં કોઈએ પણ બીજી વાર પ્રતિમાનું પૂજન કે દર્શન કર્યાની વાત હેય એમ કોઈએ કહ્યું નથી.
જ્ઞાતા સૂત્રની આઠસે વર્ષની જૂની પ્રતમાં તેવો પાઠ નથી. તેથી સ્થા. શ. પં. મુનિશ્રી રત્નચંદ્રજીએ તે પાઠ પ્રક્ષિપ્ત છે એમ સાબિત કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org