________________
- મૂળ જૈન ધર્મ અને સૂત્રમાં પૂજા વિધિ નથી કારણ
દ્રવ્યપૂજા થતી નહેતી પ્રાચીન કાળમાં મૂર્તિ હતી, મૂર્તિનાં દર્શન, વંદન, નમસ્કાર હતા. પણ મૂર્તિની પૂજા થતી નહતી. એટલે જ અંગ સૂત્રમાં કયાંય મૂર્તિપૂજાને ઉલ્લેખ નથી તેમ મૂર્તિપૂજાની વિધિ પણ ક્યાંય બતાવી નથી. એક ફક્ત જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદીના અધિકારમાં દ્રૌપદીએ સ્વયંવર વખતે મૂર્તિપૂજા કરી હતી એમ ઉલ્લેખ છે. તેથી અહીં તેને પણ વિચાર કરી લઈએ.
સૌપદી
મૂર્તિપૂજા સાબિત કરવા માટે મૂર્તિપૂજક સંપ્રદાય જ્ઞાતાસૂત્રમાંના દ્રૌપદીના સ્વયંવરના અધિકાર ઉપર બહુ ભાર મૂકે છે. પણ દ્રૌપદીના અધિકારથી મૂર્તિપૂજા સાબિત થઈ શકતી નથી.
દ્રૌપદીના સ્વયંવર અધિકારમાં બે વાત છે–(૧) સ્નાન કરી બલિકર્મ કર્યું, (૨) જિનઘરમાં પૂજા કરી.
દ્વિપદી સ્વયંવર વખતે મિથ્યાદષ્ટિ હતી કે સમ્યગદષ્ટિ હતી તેમાં મતભેદ છે. સ્થાનકવાસી દ્રોપદીને તે વખતે મિથ્યાદષ્ટિ માને છે તેના કારણમાં તેઓ જણાવે છે કે – (૧) દ્રૌપદીએ નિયાણ કરેલું હેવાથી તે નિયાણું પૂરું ન થાય
ત્યાં સુધી તેને સમક્તિ પ્રાપ્ત થઈ શકે નહિ. (૨) ધનિયુક્તિમાં પાઠ છે કે દ્રૌપદી લગ્ન પછી સમકિતી
થઈ હતી. મૂર્તિપૂજકો કહે છે કે દ્રૌપદી સમ્યગદૃષ્ટિ હતી, તેના માતાપિતા પણ સમ્યગદષ્ટિ હતા કારણ કે દ્રૌપદીનું નિયાણું મંદ સે થયેલું હતું તેથી સમકિત પામી શકે અને નિયાણું તે ભવપૂરે થાય ત્યારે જ પૂરું થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org