________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૫૯
કરનાર વસ્તુઓને તે ભગવાન પહેલેથી જ ત્યાગ કરી ચૂકયા છે. ભગવાને ત્યાગેલી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી એમાં તેમની પૂજા નહિ પણ અવજ્ઞા છે, આશાતના છે.
આનંદ શ્રાવક
ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે વ્રત લેતાં પ્રતિજ્ઞા કરી છે કે–"મને (આનંદ શ્રાવકને) આજથી અન્ય તર્થિક, અન્ય તીર્થિક દેવ અને અન્ય તીથિકોએ ગ્રહણ કરેલ ચૈત્યને (પ્રતિમાને) વંદન નમસ્કાર કરવા. એ કલ્પતું નથી.”
અહીં પૂજા કરવાની કાંઈ વાત જ નથી. જે તે વખતે મૂર્તિપૂજા પ્રચલિત હતા તે તેમણે અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ મૂર્તિને વંદન નમસ્કાર ન કરવાની પ્રતિજ્ઞાની સાથે તેની પૂજા પણ ન કરવી એવી પ્રતિજ્ઞા લીધી હતી. પણ તેવી પ્રતિજ્ઞા લીધી નથી.
એટલે તે વખતે મૂર્તિપૂજા પ્રચલિત નહતી તે સાબિત થાય છે.
અંબડ શ્રાવક
આનંદ શ્રાવકની પેઠે જ અંબડ શ્રાવકે પણ અન્ય તીથિકને, તેમના દેવને તેમજ અન્ય તીથિકે એ ગ્રહણ કરેલા અરિહંત ચિત્યને વદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કારણ કે તે વખતે મૂર્તિપૂજા થતી નહોતી. મૂર્તિની પૂજા પણ કરવામાં આવતી હોત તો અન્ય તીથિકે ગ્રહણ કરેલ અરિહંતની મૂર્તિને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી તેમ અરિહંતની મૂર્તિની પૂજા નહિ કરવાની પણ સાથે સાથે પ્રતિજ્ઞા લીધી હેત. પણ ફક્ત વંદન નમસ્કાર પર્યપાસના-સેવા ભકિત નહિ કરવાની જ પ્રતિજ્ઞા લીધી. એટલે તે વખતે મૂર્તિપૂજા નહતી તે સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org