________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪૭
અલબત્ત, જિનદેવની દ્રવ્ય પૂજા સ્વર્ગ પ્રાતિને હેતુ બની શકે. પરંતુ જૈનોની પૂજાને હેતુ સ્વર્ગ પ્રાપ્તિને નથી પણ મોક્ષ પ્રાપ્તિને છે.
જેનોની સર્વ સાધના મોક્ષ પ્રાપ્તિ માટે જ છે અથવા હોય છે. પરંતુ સાધના અધૂરી રહે અને આયુષ્ય પૂરું થાય તેથી સ્વર્ગની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ જેમની સાધના સ્વર્ગ પ્રાપ્તિ માટે જ હોતી નથી. સ્વર્ગ પ્રાપ્તિ એ તે અધૂરી સાધનાને લીધે મળેલો વિસામે માત્ર છે. સાધકનું લક્ષ્ય તો મોક્ષનું જ છે.
પરંતુ ઘણું લાંબા વખતથી જેને હેતુ જ બદલાઈ ગયા છે અથવા બદલી નાખવામાં આવ્યો છે એમ જણાય છે. કારણ કે ઘણી સ્તુતિઓમાં ભગવાનની સ્તુતિથી સ્વર્ગ પ્રાપ્તિની અથવા તો એહિક સુખના લાભની વાત જ બતાવી હેય છે.
નેને આ પ્રમાણે જીવનને હેતુ બદલાઈ જવાનું મૂળ દ્રવ્યપૂજાની શરૂઆતમાં જ હોય એમ દેખાય છે.
દ્રવ્યપૂજા ગમે તેવા શુભ આશયથી શરૂ કરવામાં આવી હોય પરંતુ તેનું પરિણામ તે વિપરીત જ આવેલું છે એમ સ્પષ્ટ જોઈ શકાય છે. અને આવું પરિણામ આવે તે સ્વાભાવિક જ છે.
દ્રવ્યપૂજાથી પરંપરાએ મેક્ષ પ્રાપ્તિ થઈ શકે એમ કહેવું એ પણ એક પ્રકારને વદતો વ્યાધાત છે. કારણકે દ્રવ્યપૂજાથી સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે તેમાં આનંદ માન્યા પછી મોક્ષના સુખની ઈચ્છા રહેતી જ નથી. એ ઈછા ક્યાંય વિલાઈ જાય છે. અને પૂજક સ્વર્ગના સુખના આનંદમાં જ મગ્ન રહ્યા કરે છે. તેને પછી મોક્ષ પ્રાપ્તિની જરૂર પણ જણાતી નથી.
અનેક પ્રકારની નવનવી દ્રવ્ય પૂજામાં જ રચ્યાપચ્યા રહેનારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org