________________
૧૪૨
મૂળ જૈન ધમ અને
સાત કર્મીની પ્રકૃતિ જો શિથિલ ખંધવાળી હાય તે ગાઢ ધનવાળા ખાંધે છે.
આ પ્રમાણે વિવાહચૂલિયા સૂત્રમાં પણ સાવધપૂજાના નિષેધ કર્યા છે.
૨ પૂજાના હેતુ
જૈન ધર્મના હેતુ મેક્ષ પ્રાપ્તિના છે. સર્વે લા મેક્ષ પ્રાપ્તિના હેતુથી જ જૈન ધર્મની આરાધના કરે છે અથવા કરતા હતા. એટલે મૂર્તિ પૂજાના હેતુ પણ મેાક્ષ પ્રાપ્તિના જ હોવા જોઈએ. અને તેથી પૂજાની સામગ્રી પણ મેક્ષ માર્ગને અનુસરતી જ હોવી જોઈ એ તે સામગ્રીમાં એક પણ વસ્તુ એવી હાવી ન જોઈએ કે જે ધર્મના સિદ્ધાંતને બાધા કરનારી હાય.
અત્યારે દ્રવ્ય મૂર્તિ પૂજામાં જળ, પુષ્પ, પ વગે૨ે અને વસ્તુઓ વપરાય છે કે જે ધર્મના સિદ્ધાંતને બાધ કરતા છે.
લૌકિક દેવેની દ્રવ્યપૂજા થાય છે અને તેમાં જળ, ધૂપ, દીપ વગેરે અનેક પ્રકારની સાવધ સામગ્રી હોય છે. પરંતુ લૌકિક દેવાની પૂજા ઐહિક સુખ માટે જ કરવામાં આવે છે. તેમની પ્રાર્થનામાં સંસારની સુખશાંતિની જ યાચના હોય છે. પણ પારમાર્થિક સુખની, મેક્ષના સુખની યાચના હોતી નથી.
જેમકે—ખેરની પૂજા ધન માટે કરવામાં આવે છે, કૃષ્ણની કે શિવની પૂજા સંસારના સુખ માટે કરવામાં આવે છે. અનેક પ્રકારના સુખ માટે જુદી જુદી રીતે લૌકિક દેવાની દ્રવ્ય પૂજા કરવામાં આવે છે.
ઐનેએ જિનદેવની પૂજામાં પશુ લૌકિક દેવાની પૂજાનું અનુસરણ કર્યું" હાય એમ લાગે છે. પરંતુ તેવી પૂજા મેાક્ષના હેતુ થઈ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org