________________
૧૪૫
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
એટલે એણે એમ કહેવા માંગ્યું કે મને સાક્ષીએ સ્પર્શ કર્યો તે અત્યંત ભક્તિવશ થઈ અપવાદ માર્ગે કર્યો માટે સાવ વિરુદ્ધ કાંઈ થયું નથી. અને એ જ બારીમાંથી પેલા મૂર્તિપૂજકોને પણ નાસી છૂટવાનું મળ્યું. તેઓ કહેવા લાગ્યા કે—“ અમે પણ પ્રભુ ઉપરના અત્યંત ભકિતભાવને લીધે દેહેરાં કરાવીએ છીએ અને ફળફુલ આદિ ચડાવીએ છીએ તે તેનું પણ પ્રાયશ્ચિત નથી.”
મહાવીર દેવે ગૌતમને કહ્યું કે હે ગૌતમ! આ ચલિત સ્વભાવના આચાર્યો અનંત સંસાર ભમવારૂપ લાભ મેળવ્યું. કાળ સમયે કાળ કરીને તે વાણ વ્યંતર દેવ થશે. એમ તિર્યંચ, નારકી, મનુષ્ય આદિ અવતાર લઈ મહા દુઃખ તે જીવ પામ્યો. છેવટે મહાવિદેહ ક્ષેત્રે મનુષ્ય થઈ તીર્થકરની વાણું સાંભળી બુઝો અને મુક્તિ પામ્યો.”
આ પ્રમાણે મહાનિશીધ સૂત્રમાં ભગવાનના શબ્દમાં સાવધપુજાને નિષેધ કર્યો છે.
વિવાહ ચૂલિયા સૂત્રને દાખલ ગૌતમસ્વામી–જિનેશ્વરની પ્રતિમાનું વંદન પૂજન કરવાથી મૃતધર્મ કે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય !
મહાવીર પ્રભુ–ગૌતમ, તેં કહ્યું તે બરાબર નથી. ગૌતમ સ્વામી–આપ એમ કેમ કહે છે ?
મહાવીર પ્રભુ-એ બાહ્ય પૂજામાં નાના મોટા છની હિંસા થાય છે.
ગૌતમ સ્વામી–ભલે સૂક્ષ્મ હિંસા થાય પરંતુ તેનું ફળ સુંદર મળે તે શા માટે મૂર્તિપૂજા જૈનધર્મમાં વિધય ન હોઈ શકે?
મહાવીર પ્રભુ–હિંસા એ ચોખી રીતે અધર્મનું કાર્ય છે અને તેથી હિંસાને પરિણામે આઠ કર્મો પૈકીના માત્ર આયુષ્ય કર્મને છેડીને
૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org