________________
૧૪૪
મૂળ જેન ધર્મ અને ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે–આ શુદ્ધ પ્રરૂપણથી કમળપ્રભે તીર્થકર નામ કમ ગોત્રના દળીયાં ઉપરાયાં.
પરંતુ પેલા શોખીલા જીવડાને આ શબ્દો શરરૂપ થઈ પડ્યા. તેઓ ખીજવાયા અને કમળપ્રભનું નામ સાવધાચાર્ય પાડીને તે નામથી જગ્યાએ જગ્યાએ તેને નિશે.
કમળપ્રભ વિહાર કરી ગયા પછી તે વેશધારીઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે –“શ્રાવક ન હોય તે દ્રવ્યસંપતિ સાધુઓ દેવળને સમરાવે, ઉદ્ધાર કરે, બીજાં પણ દેહેર વગેરેનાં કામ કરે, કરાવે, અનુમોદે તો યતિને સાવધ કર્મના દોષને સંભવ નથી.” ત્યારે તેમનામાંના જ કેટલાક કહેવા લાગ્યા કે—“યતિને સંયમ એ જ મેક્ષનું કારણ છે.”
આમ મતભેદ થતાં નિરાકરણ કરવા માટે તેમણે એ જ કમળપ્રભ આચાર્યને બોલાવ્યા. કમળપ્રભ આચાર્ય આવીને સભામાં બિરાજમાન થયા તેવા જ તે વેષધારીઓમાંની એક સાધ્વીએ ભકિતવશ થઈ આચાર્યના પગને પિતાના મસ્તકને સ્પર્શ કરાવ્યું. તે સર્વેએ પ્રત્યક્ષ જોયું.
પછી તેમણે ઉપદેશમાં મહાનિશીથ સૂત્રનું પાંચમું અધ્યયન કહેવા માંડયું તેમાં સ્પષ્ટ આવ્યું કે “રોગાદિ ગમે તે કારણું છતાં તીર્થકર પણ એક વસ્ત્રને આંતરે જે સ્ત્રીના હાથને સ્પર્શ કરે તે તે ગછ મૂળ ગુણરહિત થાય.”
એ પાઠને અર્થ સમજાવતાં પહેલાં આચાર્ય અચકાયા. દરમ્યાનમાં પેલા સાધુઓ તેને વિચારમાં પડેલો જોઈ, શંકાઈ કલાહળ કરી મૂકવા લાગ્યાઃ “શું તું ઉત્તર જોડી કાઢવામાં ગુંથાય છે તેને મોટો જણને તેડાવ્યો તે શું આટલા માટે કે?” એમ અનેક પ્રકારનાં મેણું મારી ગાભર બનાવ્યું. , આચાર્યો જવાબ આપે કે-“તમે નથી જાણતા. કે
ભગવાને ઉત્સર્ગ અને અવાદ એવા બે રસ્તા કા છે?” .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org