________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪૧
સંસાર છોડેલો હોવાથી તે સર્વાશે અહિંસા પાળી શકે, ત્યારે ગૃહસ્થને સંસારમાં રહેવાનું હોવાથી તેના ચાલું કર્તવ્યોમાં જે હિંસા અનિવાર્ય હેય તે કરવી જ પડે. પણ ગૃહસ્થને હિંસાનું પાપ નથી લાગતું એમ તો નથી જ તેમજ ગૃહસ્થને હિંસા કરવાની ધમે છૂટ આપે છે એમ પણ નથી.
ધર્મના કાર્યમાં ઘર્મને સિદ્ધાંત સાધુ તેમ જ શ્રાવક બનેને એકસરખો જ લાગુ પડે. હિંસામાં ધર્મ નથી એ. જૈન ધર્મને સિદ્ધાંત છે. ત્યારે સાવધ પૂજા કરનાર ગૃહસ્થ હોય કે સાધુ હોય તે બન્નેને એકસરખું જ પાપ લાગે અને એકસરખું જ પુણ્ય થાય.
જ્ઞાતાસૂત્રમાં મહિલકુંવરીએ ચેકખા નામની પરિત્રાજિકાને કહ્યું હતું કે–જેમ લેહીથી ખરડાયેલું કપડું લેહીથી સાફ થઈ શકનું નથી તેમ હિંસાથી મલિન થયેલ શૌચધર્મથી આત્મા શુદ્ધ થઈ શકે નહિ. મતલબ કે નાની હિંસાથી પણ મલિન. થયેલી ક્રિયાથી ધર્મ થઈ શકે નહિ.
જેન દર્શનમાં આજ્ઞાએ ધર્મ કહેલ છે. જૈન ધર્મમાં વીતરાગી પુરુષો માટે સચેત વસ્તુ આજ્ઞા બહારની કહી છે. એટલે વીતરાગ ભગવાનને સચેત વરતુ અર્પણ કરવી એ આશા બહારનું કાર્ય છે, ધર્મ વિરુદ્ધનું કાર્ય છે. જિનાજ્ઞાનું પાલન એ જ ખરી પૂજા છે, એ જ ખરે ધર્મ છે.
મહાનિશીથ સૂત્રને દાખલો સૈલાનાના તખતમ કટારીયાએ “સ્થાનકવાસી જૈન ધર્મની સત્યતા” નામનું પુસ્તક લખ્યું છે. તેમાં જૈન ધર્મના બીજા બધા સંપ્રદાયની સાચી ખેતી વાતો લખી તેની નિંદા કરેલી છે તેમાં પણ ખાસ કરીને મૂર્તિપૂજક સંપદાય માટે ખૂબ વિસ્તારથી જખ્યું છે અને તેમનાં આચારે ધર્મવિરુદ્ધના છે એવો ચિતાર આપે છે. એટલે ખરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org