________________
૧૪૨
મૂળ જૈન ધર્મ અને
રીતે બીજા સંપ્રદાયની નિંદાથી સ્થા. સંપ્રદાયની સત્યતા ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. -
તેમાં મૂર્તિપૂજા વિષે તેમણે લખ્યું છે તે ઘણું ખરું સાચું લખ્યું છે. તેમાં તેમણે મહાનિશીથ સૂત્રને તથા વિવાહ ચૂલિયા સુત્રને દાખલો આપીને મૂર્તિપૂજકોને માન્ય સૂત્રો પણ સાવધપૂજાનો વિષેધ કરે છે તે બતાવ્યું છે. તે બન્ને દાખલા અત્રે ઉહત કરૂં છું.
મહાનિશીથ સૂત્રને દાખલ એક વખત ગણધર શ્રી ગૌતમસ્વામી ધ્યાનમાં બેઠા હતા તે વખતે તેમને સંકલ્પ થયો કે “પ્રભુનાં વચન અથવા તેમનાં સિદ્ધાંત કોઈ જીવ અન્યથા વિપરીત પ્રરૂપે તે તે શું ફળ આપે ?” - એવો વિચાર થતાં જ તેઓશ્રી મહાવીર ભગવાન પાસે આવ્યા અને વિધિપૂર્વક વંદન કરી શંકાનું સમાધાન પૂછ્યું. અનંતજ્ઞાની ભગવાને સંક્ષેપમાં ગર્ભિત જવાબ આપે કે “હે ગૌતમ ! સાવધાચાર્ય” જે ફળ પામે તેવું પામે.”
ગૌતમસ્વામીએ જિજ્ઞાસાથી “સાવધ આચાર્ય અને ઈતિહાસ પૂછો ત્યારે ભગવાને નીચે પ્રમાણે કહ્યું--
ઋષભાદિક તીર્થકરની વીશી પહેલાં જે અનંત કાળ વ્યતીત થશે તે અનતી ચોવીશીમાં “કમળપ્રભ” નામે સાત હાથના દેહવાળે, ત્રણ જગતને આશ્ચર્યરૂપ પંડિત આચાર્ય થશે. તે વખતના વીસમા તીર્થંકર ધર્મસીરીના વખતમાં તે થશે.
ધર્મસીરી તીર્થકર મુક્તિ પામ્યા પછી કેટલેક કાળે અસંયતિના પૂજા-સત્કાર નામનું અચ્છેરું થયું. મિથ્યાત્વનું જોર વધ્યુંચત્યના સ્થાનક દહેરાને અંગીકાર કરી બળ, પરાક્રમ, પુરુષાકારને જેણે ગોપ છે એવા નામધારી આચાર્યો શિથિલ થઈ અસામાદિને વિષે રહ્યા. તેઓ વિચિત્ર પ્રકારની પુષ્પમાળા આદિ વડે દેવની પ્રતિમાની પૂજા અર્ચા કરવામાં તત્પર થયા છે. - - - - -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org