________________
૧૪૦
મૂળ જૈન ધર્મ અને સૂત્રમાં સાવધ પ્રજાને નિષેધ સાવધ પૂજા એટલે જે પૂજન વિધિમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા થતી હોય તેવી વિધિવાળી પૂજા. એવી સાવઘ પૂજાને ભગવાને નિષેધ કર્યો છે. તે નિષેધના વચને આ પ્રમાણે છે–
શ્રી આચારાંગ સત્રમાં પહેલા શ્રતસ્કંધમાં પાંચમાં ઉદ્દેશામાં વનસ્પતિના અધિકારમાં પાંચમા સૂત્રમાં કહેલ છે કે –
ભગવાને જીવન નિભાવવાને વિવેક સમજાવ્યો છે છતાં કઈ વંદન, માન, પૂજાસત્કાર, જીવન, જન્મથુરણથી મુક્તિ અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણ માટે સ્વયં વનસ્પતિ આરંભી હિંસા કરે છે, બીજાઓ દ્વારા કરાવે છે કે કરનારને અનુમોદન આપે છે તો તે વસ્તુ તેના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે.”
એટલે વંદન પૂજામાં વનસ્પતિકાયની હિંસા થવી ન જોઈએ એમ જિનેશ્વરની આજ્ઞા છે. વળી જન્મમરણની મુકિત અને દુઃખનું નિવારણ ધર્મથી જ થઈ શકે તેથી ધર્મારાધનમાં પણ વનસ્પતિ કાયની હિંસામાં જિનેશ્વરની આજ્ઞા નથી.
આવી જ રીતે બીજા અધિકારોમાં પણ કહેલું છે. તે ઉપરથી સમજી શકાય છે કે સચેત વસ્તુથી ભગવાનની પૂજા થઈ શકે નહિ, સચેત વરતુ ભગવાનને ચડાવતાં કે સચેત વસ્તુથી ભગવાનની પૂજા કરતાં ભગવાનની આજ્ઞાને લેપ થાય છે અને ભગવાનની મહાન આશાતના થાય છે,
આની સામે મૂર્તિપૂજક એવી દલીલ કરે છે કે આચારાંગ સૂત્રમાંની વાતો તે સાધુમુનિઓ માટે છે પણ શ્રાવકો માટે નથી.
તેના જવાબમાં જણાવવાનું કે સાધુ તેમ જ શ્રાવક બને માટે ધર્મ તો એક જ છે. અહિંસા તે બનેયે પાળવાની જ છે. સાધુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org