________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૧
૧૨૫
અરિહંતના કેવળજ્ઞાનની સ્તુતિ શું અહીં બેઠાં ન થઈ શકે કે ત્યાં એટલા બધે લાંબે ઠેકાણે ગયા ? અને અહીં વેચારું બહુવચન છે એટલે ઘણું ચિત્યને વાંધા એમ પાઠ છે ત્યારે જ્ઞાન તે એકવચન છે એટલે વ્યાકરણથી પણ એ અર્થ તદન ખેડે છે.
મૂળ અર્થ એટલે જ છે કે તે તે ઠેકાણે જઈ તેઓએ અરિહંતની પ્રતિમાઓને વંદન નમસ્કાર કર્યા. અહીં જ્ઞાન અર્થ બેસતા જ નથી.
નંદનવન તથા પાંડુકવનમાં શાશ્વતી પ્રતિમાઓ છે તેને ઉલ્લેખ જબુદ્વીપપન્નતિ સૂત્રમાં છે. નંદીશ્વર દીપ પર શાશ્વતી પ્રતિમાઓ છે તેનો ઉલ્લેખ છવાભિગમ સૂત્રમાં છે. માનુષાર પર્વત, ઈસુકાર પર્વત, નંદીશ્વર દીપ, રુચકવર દ્વીપ ઉપર જિનમંદિરે છે તેને. ઉલ્લેખ દ્વીપસાગર પતિ સૂત્રમાં છે.
સ્થાનાંગ સૂત્રના ચોથે ટાણે ચાર પન્નતિ સત્રના નામ આપ્યા છે તે–(૧) જંબૂદીપ પન્નતિ, ચંદ્રપન્નતિ, સૂર્ય પન્નતિ અને દીપસાગર પન્નતિ.
એટલે એ બાબત સ્થાનકવાસીઓને વાંધો છેટે છે.
આ પાઠમાં છેલે કહ્યું છે કે વિદ્યાચારણું બંધાચારણુ મુનિઓ પાછા આવીને આલોયણું ન લીએ તો વિરાધક કહેવાય. એ માટે પણ સ્થાનક્વાસીને વિરોધ છે. પરંતુ સાધુ ૧૦૦ કદમથી આગળ જાય તે તેને આલોયણું લેવી પડે છે. અને લબ્ધિધારી મુનિઓને લબ્ધિને ઉપયોગ કરે તે પ્રમાદ છે. લબ્ધિને ઉપયોગ કર્યો હોય અને તેની આલોચના કરી ન હોય તે તેને ચારિત્રની આરાધના નથી થતી. માટે સ્થાનક્વાસીઓને તે વાંધો પણ બેટે છે.
શ્રી દશવૈકાલિક સત્રમાં કહ્યું છે કે–સાધુ ગોચરી લાવી ગુરૂની. પાસે સમ્યક પ્રકારે આલોવે તે આલોયણું ગોચરીની નહિ પણ તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org