________________
૧૨૪
મૂળ જૈન ધર્મ અને અહીં પણ અંબડ શ્રાવકની પ્રતિજ્ઞા તે એ જ છે કે અરિહંત અને અરિહંતની પ્રતિમાને જ વંદન કરીશ. પણ અન્ય તીર્થિક, તેના દેવો અને તેણે ગ્રહણ કરેલ અરિહંત પ્રતિમાને વંદન નમસ્કાર કરીશ નહિ.
સ્થાનકવાસીઓની દલીલ એ છે કે એમ અર્થ કરવાથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને વંદન કરવાનો નિષેધ થઈ જાય છે.
મારી પાસે ઉવવાઈ સૂત્ર નથી તેથી તેનો આગળપાછળનો સંબંધ હું જોઈ શક્યો નથી. પણ અંબડ શ્રાવકનો એવો ભાવ તો ન જ હોઈ શકે કે તે આચાર્ય વગેરેને વંદન નહિ કરે. પરંતુ અરિહંતમાં જ તેણે તેના અનુયાયી સર્વ સાધુને ભેગા ગણી લીધા હશે.
ગમે તેમ પણ ચિત્યને અર્થ તે આનંદ શ્રાવકના અધિકારમાં કહ્યું તેમ અહીં પણ જિનપ્રતિમા જ થઈ શકે છે.
વિદ્યાચારણ-જંઘાચારણું શ્રી ભગવતી સૂત્ર શતક ૨૦ ઉદ્દેશા ૮માં વિદ્યાચારણ જ ઘાચારણ મુનિઓ ચિત્યવંદન કરવા ગયાની વાત આવે છે.
વિદ્યાચારણ માનુષોત્તર પર્વત, નદીશ્વર દીપ, પાંડુકવન અને નંદનવન ગયાની વાત છે. તે તે ઠેકાણે જઈને તેઓએ ચાહું ચંદ્ર ચોને વંદન કર્યાને પાઠ છે અને પાછા અહીં આવીને અહીંના ચૈત્યને વંદન કરવાને પાઠ છે.
અહીં પણ મૂર્તિપૂજાની કશી વાત જ નથીછતાં સ્થાનકવાસીઓએ વિરોધ કરતાં રથને અર્થ જ્ઞાન કરીને તે તે ઠેકાણે જઈને વિદ્યાચારણ તથા જઘાચારણ મુનિઓએ અરિહતના જ્ઞાનની સ્તુતિ કરી એમ કહે છે! તર્કબુદ્ધિની બલિહારી છે ને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org