________________
હાલના સંપ્ર
પ્ર. ૫
-
-
સર્વ પરવસ્તુ છે અને જડ છે, સ્વવસ્તુ તે કેવળ ચૈતન્યઘન આત્મા જ છે. પરવસ્તુ એટલા પુરતી જ માનવાની છે કે તેને ઉપયોગ થઈ શકે તે કરીને સ્વવસ્તુ પ્રાપ્ત કરવી. સ્વવસ્તુ પ્રાપ્ત કરવામાં મદદગાર થવાને બદલે આડખીલ રૂ૫ થતી પરવસ્તુ ત્યાજ્ય છે, આવી સમજ જ્યાં હોય ત્યાં ટંટા કે ગાળાગાળી, નિંદા કે વિતંડાવાદ હેવા સંભવે જ નહિ. પિતાને અને જગતને ઉદ્ધાર એવા પુરુષોથી જ થઈ શકે.
અહેહે કેવું આશ્ચર્ય છે કે જે વીતરાગ પ્રભુની વાણી સાંભળવાથી સિંહ અને બકરી, વાઘ અને મનુષ્ય સર્વ એક પાસે એક બેસવા છતાં
સ્વાભાવિક વૈરભાવ ભૂલી જતા અને બંધુતા તથા શાન્તિ અનુભવતા, તે જ વીતરાગની વાણીને આજે કલહ ટંટાનું હથીઆર બનાવવામાં આવે છે, અને તે છતાં એમ કરનારા પિતાને વીતરાગના પુત્ર કહેવડાવે છે, રે એકના એક પુત્ર (The only heirs) કહેવડાવે છે !
વિવેકી પુરુષએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, સત્યને છેવટને અને ચેકકસ નિર્ણય તે અતીન્દ્રિય જ્ઞાન સિવાય થઈ જ શકે નહિ; અને અતીન્દ્રિય જ્ઞાન રાગદ્વેષની ગેરહાજરીમાં જ થઈ શકે છે. બાકી તો અતીન્દ્રિય જ્ઞાનવાળા મહાત્માઓએ કથેલા એકેક વચનના અનતા અર્થ થાય છે. જેવી અર્થ કરનાર માણસની યોગ્યતા તેવો તે અર્થ કરે. વધારે કે ઓછો અપૂર્ણ અને વધારે કે ઓછો દોષિત અર્થ કરે. સપૂર્ણ અને દેષરહિત અર્થ તો સ્વાનુભવી-અતીન્દ્રિય જ્ઞાનવાળે મનુષ્ય જ કરી શકે. આવું સમજનારો માણસ કોઈ દિવસ બીજાના અર્થ (Interpretation) માટે ટંટા કરવા તૈયાર થશે નહિ.
અતીન્દ્રિય જ્ઞાનીઓ જેટલું જાણે છે તેટલું સર્વ ભાષામાં લાવી શકતા નથી, અને જેટલું તેઓ કહી શકે છે તેને અનંતમો ભાગ પણું સાધારણ મનુષ્યો સમજી શકતા નથી. અને તે છતાં આજકાલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org