________________
મૂળ જે ધર્મ અને સર્વ જીવ પ્રત્યે દયાભાવ જ વતતે હેય તેથી મુનિની સ્વાભાવિક ક્રિયાથી તેને પાપ લાગે નહિ.
પરંતુ જીવને અનાદિકાળથી હિંસાને અભ્યાસ ચાલ્યો આવ્ય છે. તેથી ઘણા પ્રયત્ન પછી, ઘણું તાલિમ પછી જ તેના ભાવ દયાપૂર્ણ બની શકે. તેથી શરૂઆતમાં મુનિને અહિંસાની તાલિમ આપવાની જરૂર રહે છે. તે તાલિમના એક સાધન તરીકે મુહપત્તિ છે.
મુનિને જ્યાં સુધી યતના જાળવવાને અભ્યાસ ન હોય, બલવાની જરૂર પડયે મુખ આડી મુહપત્તિ રાખવા જેટલી જાગૃતિ આવી ન હોય તેને માટે મુહપત્તિ વિશે કલાક મુખ પર બાંધી રાખવી જરૂરની ગણાય.
અભ્યાસથી બેલતી વખતે મુહપતિ મોઢા આગળ રાખવા જેટલી જાગૃતિ આવી જાય ત્યારે મુનિ મુહપત્તિ હાથમાં રાખી શકે અને બેલતી વખતે મોઢા આગળ રાખી શકે.
અને મુનિ જ્યારે ઉત્કૃષ્ટ અધ્યાત્મ દશામાં આવી જાય, ત્યારે તેમનામાં સૂક્ષ્મ જીવો પ્રત્યે પણ દયાભાવ જ વર્તતો હોય ત્યારે પછી તેમને મુહપત્તિ રાખવાની જરૂર ગણાય નહિ.
તીર્થકર ભગવાન દીક્ષા લીએ ત્યારથી જ તેઓ મુહપત્તિ રાખતા નથી. કારણ કે છશ્વસ્થ અવસ્થામાં પણ તીર્થકર ભગવાનમાં સંપૂર્ણ કરુણભાવ વર્તતો હોય છે, સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર સર્વ છો પ્રત્યે ભગવાનમાં એકસરખે કરુણાભાવ વર્તતે હોય છે તેથી તેમને મુહપત્તિની જરૂર રહેતી નથી.
પિતાનું હિત ઈચ્છનારે તો હમેશ આ વાત ધ્યાનમાં રાખવી - જઈએ કે, રાગદ્વેષ ભાષાના પુગળ, વાદ, લિંગ, શરીર, ઉપકરણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org