________________
રંગોનું ધ્યાન અને સ્વભાવ-પરિવર્તન ૮૭ તોપણ એ ઝઘડો કરશે કે આટલું જલદી તે ખવાતું હશે, રહેવા દે, મોડેથી ખાઈશ. અને જો પત્ની ખાવાનું ન કહે તો કહેશે, છે મારી કોઈને ચિતા? – આમ જે દરેક બાબતમાં ઊલટું જ વિચારે છે કે વર્તે છે તેવા માણસો, જે કડક, કર્કશ અને કઠોર બોલે છે, જે ચોરી કરે છે, જે ઈર્ષા અદેખાઈ કરે છે તેવા માણસો અમને બહુ ગમે છે.”
લક્ષ્મીએ આ બધું સાંભળ્યું. તે તો દ્વિધામાં પડી ગઈ. કાળા રંગોને છત્રછાયા આપવાની, તેમની સાથે જીવવા અને રહેવાની પણ હા પાડી દીધી. હવે શું કરવું? આવા માણસો સાથે કેવી રીતે રહી શકાય? ખૂબ વિચારીને તેણે રસ્તો કાઢ્યો. રંગોને તેણે કહ્યું: ‘હું જરૂર તમારી સાથે આવીશ. પરંતુ તમારા ઘરમાં નહિ રહું. ઘરની બહાર પરસાળમાં રહીશ.’
લક્ષ્મી અંધકારના રંગો સાથે ગઈ. તેણે ત્યાં પોતાની છત્રછાયાનો વિસ્તાર પણ કર્યો. પરંતુ તે ક્યારેય ઘરમાં ન ગઈ. ઘર બહાર પરસાળમાં જ બેસી રહી.
જેઓ આ પ્રમાણે કૃષ્ણ વેશ્યાવાળા, નીલ વેશ્યાવાળા અને કાપોત લેશ્યાવાળા લોકો છે, જેઓ કાળા રંગવાળા છે, ત્યાં પણ લક્ષ્મી હોય છે, પરંતુ તે ઘરની ભીતર નહિ, શરીરની બહાર હોય છે. શરીરને એ સુવિધા આપે છે. પરંતુ ઘરની ભીતરે નથી જતી. મનની ભીતર નથી જતી. આથી મનની શાંતિ નથી હોતી.
થોડા સમય બાદ એવો જ એક બીજો બનાવ બન્યો. પ્રકાશના રંગો ભેગા થઈને લક્ષ્મીને મળ્યા અને વિનંતી કરી: ‘મહાદેવી! અમારે આપની છત્રછાયા જોઈએ છે. કારણ તેના વિના કોઈ જીવી નથી શકતું. સુખરૂપ રહી નથી શકતું. - લક્ષ્મીએ કહ્યું: ‘સારી વાત છે. તમારી પાસે આવીશ. તમને છત્રછાયા આપીશ. પણ પહેલાં તમે મને કહો કે તમારું ઘર કેવું છે? તમારા લોકો કેવા છે? તમારી આસપાસનું વાતાવરણ કેવું છે? તમને કેવા લોકો ગમે છે?
પ્રકાશના રંગોએ કહ્યું: ‘જેમનો વ્યવહાર વિનમ્ર હોય છે, જે ચંચળ નહિ પણ સ્થિર મનના હોય છે. જે બહારથી પણ અચંચળ હોય છે અને ભીતરથી પણ અચંચળ હોય છે, જે કપટી નથી હોતા, જે હાંસી-મશ્કરી નથી કરતા, જે પ્રિયધર્મી હોય છે, જે ધર્મમાં દૃઢ હોય છે, જેમનાં ક્રોધ અને માન ક્ષીણ થઈ ચૂક્યાં છે, જેમનું ચિત્ત એટલું શાંત છે કે દુ:ખ તેમને સ્પર્શી સુધ્ધાં નથી શકતું, આવા લોકો અમને પ્રિય છે અને તેઓ અમારા પરિવારના સભ્ય છે.'
એક ઘણા મોટા સંત થઈ ગયા. નામ તેમનું મિલરેગ્યા. એ મરણપથારીએ હતા. તીવ્ર વેદના થતી હતી. શિષ્યોએ પૂછયું : “ગુરુદેવ! આપને દુ:ખ થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org