SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ આભામંડળ તેમણે કહ્યું: “ના, સંસારમાં ચોતરફ દુ:ખ છે. પણ મને દુઃખ નથી થતું. કારણ મારું મન શાંત છે.' જેનું ચિત્ત શાંત હોય છે, તેને દુ:ખ નથી થતું. દુ:ખ છે અને દુ:ખ થવું એ બે અલગ બાબત છે. દુનિયામાં દુ:ખ છે અને એ દુ:ખનો અનુભવ થવો એ એક બીજી વાત છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પળો પણ આવે છે કે જ્યારે મન બીજા કામમાં રોકાયેલું હોય છે, મોટા કામમાં વ્યસ્ત હોય છે ત્યારે દુ:ખ સંપૂર્ણ ભૂલી જવાય છે. - બર્નાર્ડ શૉના જીવનનો એક પ્રસંગ છે. તે ખૂબ જ મશ્કરા અને હસમુખ હતા. એક વખતે તેમને હૃદયનો દુખાવો ઊપડયો. ડૉક્ટરને બોલાવ્યા અને કહ્યું: ‘હદયમાં દુખાવો ઊપડ્યો છે.' ડૉકટર એ જાણતા હતા. તેમણે કહ્યું: શૉ ! મને ખૂબ જ વેદના થાય છે. શું કરું?” એમ કહીને ડૉકટરે એક એવો આકાર ચીતર્યો કે શો તે જોઈને ગભરાઈ ગયા. તે તરત જ ઊભા થઈ ગયા અને ડૉક્ટર માટે પાણી લઈ આવ્યા. તેમની સેવા-સુશ્રુષા કરી. ડૉકટરને સારું થઈ ગયું. ઊભા થયા અને કહ્યું: ‘શો! મારી ફી આપો.” શૉએ કહ્યું: ‘શેની ફી આપું?” ડૉક્ટર: કેમ, મેં તમારી ટ્રીટમેન્ટ કરી તેની. શૉ: પણ ટ્રીટમેન્ટ તો મેં તમારી કરી. સેવા કરી મેં તમને સ્વસ્થ કર્યા. આથી ફી તો ઊલટી તમારે મને આપવી જોઈએ.' ડૉકટરે કહ્યું: ‘નહિ, શો, ટ્રીટમેન્ટ તો મેં જ તમારી કરી છે. મારી વેદના એ તો તમને સ્વસ્થ કરવાનું નાટક હતું. હવે તમે મને કહો, તમારો દુખાવો ક્યાં છે? વાસ્તવમાં બર્નાર્ડ શો એ સમયે પોતાનો દુખાવો ભૂલી જ ગયા હતા. તેમને આત્મવિસ્મૃતિ થઈ ગઈ હતી. દર્દ કે દુખાવાનું તેમને ભાન જ નહોતું રહ્યું. જેનું ચિત્ત પ્રસન્ન હોય છે તેની આસપાસ દુઃખ ભલે હોય, પરંતુ દુ:ખ તેની ભીતર પ્રવેશી નથી શકતું. ધ્યાન દ્વારા તેના શરીરનો કણેકણ એટલો વજય બની જાય છે કે દુ:ખને ભીતર ઘૂસવાની જગા જ નથી મળતી. જે ઉપશાંત હોય છે, જે જિતેન્દ્રિય હોય છે, જે મિતભાષી હોય છે, જે પાપભીરુ હોય છે અને હિતની કામના કરનાર હોય છે તેવા લોકો અમને પ્રિય છે. આ વાત પ્રકાશના રંગોએ લક્ષ્મીને કહી. ત્યારે લક્ષ્મીએ કહ્યું: “મને પણ એવા લોકો જ પસંદ છે. તમે સૌ જાઓ. જરાય ચિંતા ન કરશો. હું તમારે ત્યાં આવીશ. બહાર નહિ, ભીતર રહીશ.” લક્ષ્મી આવી અને ભીતર આસન જમાવીને રહી. તેજો, પદ્મ અને શુકલ લેશ્યાવાળાઓ પાસે લક્ષ્મી રહે છે. બહાર નહિ, તેમની ભીતર એ રહે છે. આથી એવા લોકોના હૈયે સદાય શાંતિ રહે છે. ઘણી વખતે તેમને શારીરિક તક્લીફો સતાવે છે, પદાર્થોનો અભાવ પણ રહે છે પરંતુ તેમનું મન કયારેય અશાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy