________________
ve
રંગોનું ધ્યાન અને સ્વભાવ-પરિવર્તન
નથી થતું કારણ તેમની ભીતર લક્ષ્મીનું આસન હોય છે. તેમના હૈયે લક્ષ્મી બિરાજમાન હોય છે.
ઘણી વાર આ પુછાય છે કે ખરાબ કામ કરનારાઓ પાસે કેટલો બધો પૈસો હોય છે? જરૂર તેમની પાસે પૈસો હોય છે. પરંતુ આપણે આ પાયાની વાત ન ભૂલીએ કે લક્ષ્મી બહાર બેઠી છે, ભીતર નહિ. એવા માણસોને શારીરિક સુવિધાઓ મળી શકે છે પણ તેમનું મન અશાંત રહે છે.
લોકો આ પણ કહે છે કે સારું આચરણ કરનાર પાસે પૈસો તો હોય છે પરંતુ એટલો પૈસો નથી હોતો કે જેટલો અપેક્ષિત હોય છે. તેઓ વૈભવશાળી જીવન જીવી નથી શકતા. આ સાચું છે, પરંતુ આપણે આ ન ભૂલીએ કે તેજ્સ, પદ્મ અને શુકલ લેશ્માવાળાના હૈયે લક્ષ્મી બેઠેલી હોય છે. તેમના મનની શાંતિ કયારેય તૂટતી નથી. તેઓ કયારેક કયારેક શારીરિક અસુવિધાઓ ભોગવે છે, પરંતુ તેમનું મન અશાંત નથી થતું.
શાંતિ અને અશાંતિનો પ્રશ્ન લેશ્યાઓ સાથે જોડાયેલો છે. કૃષ્ણ-લેશ્યા અને શુકલ-લેશ્યાનો આ પ્રશ્ન છે. પદ્મ-લેશ્યા અને નીલ-લેશ્યાનો આ પ્રશ્ન છે. તેજોલેશ્યા અને કાપોત-લેશ્યાનો આ પ્રશ્ન છે. આપણે જે લેશ્યાઓના મર્મને સમજી લઈએ તો પ્રશ્નનું આપોઆપ સમાધાન થઈ જાય છે. આપણો દૃષ્ટિકોણ એટલો તો બહિર્મુખી થઈ ગયો છે કે આપણે માણસનું મૂલ્યાંકન માત્ર પદાર્થના આધારે કરીએ છીએ અને માત્ર પદાર્થને જ પૈસો કે લક્ષ્મી માનીએ છીએ. જરૂર છે દૃષ્ટિકોણ બદલવાની. મૂલ્યાંકનનો એક જ દૃષ્ટિકોણ નથી, કેટલાય દૃષ્ટિકોણ છે.
ભગવાન મહાવીરને પૂછ્યું : હે ભગવન! અલ્પ ઋદ્ધિવાળા જીવ કોણ છે? અને મહાન ઋદ્ધિવાળા જીવ કોણ છે?
ભગવાને કહ્યું : ‘નીલ-લેશ્યાના જીવ અલ્પ ઋદ્ધિવાળા હોય છે, ગરીબ હોય છે. કાપોત-લેશ્યાના જીવ તેમની અપેક્ષાથી મહદ્ધિક હોય છે, તેજે-લેશ્યાના જીવ વધુ મહદ્ધિક હોય છે. પદ્મ-લેશ્યાના જીવ તેથીય વધુ ઋદ્ધિશાળી હોય છે અને શુકલ-લેશ્યાના જીવ સૌથી વધુ ઋદ્ધિશાળી અને વૈભવશાળી હોય છે. કૃષ્ણશ્લેશ્યાના જીવ સૌથી ઓછા વૈભવશાળી હોય છે અને શુકલ-લેશ્યાના જીવ સૌથી વધુ વૈભવશાળી હોય છે.’
મહાવીરે એમ ન કહ્યું કે જે કરોડપતિ હોય, અબૉપતિ હોય તે મદ્ધિક હોય છે અને જેમની પાસે સો હજાર જ હોય છે તે અલ્પ ઋદ્ધિવાળા હોય છે. મૂલ્યાંકનનો મહાવીરનો દૃષ્ટિકોણ ભિન્ન છે.
વૈભવશાલિતા અને સંપદાનો આ દૃષ્ટિકોણ જો આપણી પાસે હોય તો મનની અશાંતિનો પ્રશ્ન આટલો જટિલ ન હોત. આજ સમગ્ર વિશ્વમાં મનની અશાંતિનો પ્રશ્ન ખૂબ જ જટિલ બન્યો છે. તેનું કારણ એ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org