________________
૯૦ આભામંડળ
માણસ સુખસંપત્તિને એક જ આંખથી જુએ છે. બહારની સુખસંપત્તિને જ એ સુખસંપત્તિ માને છે. એક આંખથી ભલે જુએ પણ તેની બીજી આંખ ફૂટેલી નહિ હોવી જોઈએ. એ બીજી આંખથી ભીતરની સુખસંપત્તિ પણ જુએ. ભીતર પણ એ ડોકિયું કરે.
એક ચારણ કવિ ન્યાય માટે હાકેમ પાસે ગયા. હાકેમે ન્યાય બરાબર ન કર્યો. આથી ચારણ હૈયું બોલી ઊઠયું :
“સુન હાકમ સંગ્રામ કહ, આંધો મત હવૈ યાર
ઔરાં રે દો ચાહિ, થારૂં ચાહિજૈ ચાર.”
અર્થાત્ હામ સાહેબ આંધળા ન બનો, યોગ્ય ન્યાય કરો, બે આંખ બહાર જોવા માટે છે અને બે ભીતર જોવા માટે જોઈએ.
લેશ્યાની ભાષામાં કહી શકું કે આપણે પણ ચાર આંખ હોવી જોઈએ. બે આંખો બહારની સુખસંપત્તિ જોવા માટે અને બે આંખો ભીતરની સુખસંપત્તિ જોવા માટે. પરંતુ જણાય છે એવું કે બહારની સુખસંપત્તિ જાવા માટે તો આપણી આ બે આંખો ઘણી મોટી બની જાય છે, ચાર થઈ જાય છે અને ભીતરી સુખસંપત્તિ જોવા માટે આંખ જ નથી. માણસ એ માટે અંધ બન્યો છે.
મહાવીરે વેશ્યાના સિદ્ધાંતમાં, લેશ્યાના આધાર પર ઋદ્ધિ અને વૈભવની ચર્ચા કરી. બે દૃષ્ટિકોણ હોય છે. એક છે પદાર્થનો અને બીજો છે વ્યક્તિ – માણસના ભાવ અને આચરણનો. જે માણસ કૃષ્ણ આદિ ત્રણ લેશ્યામાં રહે છે, તેને બહારની સુખસંપત્તિ કયારેક મળી જાય છે પરંતુ તેનું આંતરિક જીવન ખલાસ થઈ જાય છે. અધ્યાત્મસાધનાના સંદર્ભમાં આપણે આ સ્પષ્ટપણે સમજી લઈએ કે દિવાળીના આ મહાન પર્વ પ્રસંગે આપણે માત્ર ધનની જ કામના ન કરીએ, ગુણોની પણ કામના કરીએ. આપણે માત્ર બાહ્ય વ્યક્તિત્વને જ સુખી બનાવવાની નહિ પણ આંતરિક વ્યક્તિત્વને પણ સુખી, સમૃદ્ધ અને આનંદમય બનાવવાની પણ કામના કરીએ. આ બંનેં વાત બનશે તો સામાજિક વ્યક્તિનું જીવન પૂરું બનશે; નહિ તો ખંડિત રહેશે, તૂટેલું રહેશે. બહારનું જીવન અખંડ લાગશે પણ ભીતર બધું છિન્નભિન્ન · તૂટેલું—ફૂટેલું રહેશે. બહારની સુખસંપત્તિ મેળવીને પણ લાગશે કે ભીતર ખાલીપો છે. કંઈક ખૂટે છે ભીતર. હજી કશું મેળવ્યું નથી. મનને કયારેય એમ ચેન અને શાંતિ નહિ મળે. આ ગરીબાઈ બની જ રહેવાની. આથી આ અધ્યાત્મ-દિવાળી મનાવવા માટે આપણે રંગોની ઉપાસના કરીએ, રંગોનું ધ્યાન કરીએ.
વ્યક્તિત્વને બદલવાનાં ત્રણ સાધન છે: ૧. પ્રેક્ષા-ધ્યાન, ૨. ભાવનાનો પ્રયોગ, અને ૩. રંગોનું ધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org