________________
રંગોનું ધ્યાન અને સ્વભાવ-પરિવર્તન ૯૧
બે સાધનોની ચર્ચા આપણે કરી ગયા છીએ. જે માણસ પ્રકાશમય રંગોનું ધ્યાન કરે છે, તે પોતાના આંતરિક વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને જે અંધકારના રંગોનું ધ્યાન કરે છે તે પોતાના વ્યક્તિત્વને અંધકારથી ભરી પોતાના વ્યક્તિત્વને તે છિન્નભિન્ન કરી નાખે છે.
પ્રકાશના બેત્રણ રંગોની હું ચર્ચા કરવા માગું છું. તેજો-લેશ્યાનો રંગ બાળ-સૂર્ય જેવો લાલ રંગ છે. લાલ રંગ નિર્માણનો રંગ છે. લાલ રંગનું તત્ત્વ છે અગ્નિ. આપણી તમામ સક્રિયતા, શક્તિ, તેજસ્વિતા, દીપ્તિ, પ્રવૃત્તિનો સ્રોત છે, લાલ રંગ, લાલ રંગ આપણું સ્વાસ્થ્ય છે. ડૉકટર સર્વ પ્રથમ જુએ છે કે લોહીમાં સફેદ કણ કેટલા છે અને લાલ કણ કેટલા છે? લાલ કણ ઓછા હોય તો તે બીમારીનો નિર્દેશ કરે છે. લાલ રંગ પ્રતિરોધાત્મક શક્તિનું પ્રતીક છે. બહારથી આવનારને તે બહાર જ રોકી રાખે છે, ભીતર નથી જવા દેતા, લાલ રંગમાં આ ક્ષમતા છે કે તે બાહ્ય જગતમાંથી અંતર્જગતમાં લઈ જઈ શકે છે. જ્યાં સુધી કૃષ્ણ, નીલ અને કાપોત લૈશ્યા કામ કરે છે ત્યાં સુધી માણસ અંતર્મુખી નથી થઈ શકતો. આધ્યાત્મિક નથી થઈ શકતો, અંતર્જગતની યાત્રા નથી કરી શકતો.
પ્રેક્ષા-ધ્યાનની પ્રક્રિયામાં આંતરિક સૂક્ષ્મ સંવેદનોનો અનુભવ કરવાનું અમે શીખવીએ છીએ. મન જ્યારે સૂક્ષ્મ હોય છે ત્યારે એ સૂક્ષ્મ કંપનોને પકડવામાં સક્ષમ બની રહે છે. ત્રીજી વાત છે, રંગોનો અનુભવ કરવો. તેંજસ શરીર સાથે આપણો સંપર્ક સ્થપાય છે ત્યારે રંગ દેખાવા લાગે છે. જ્યારે આપણે દર્શન-કેન્દ્રને સક્રિય કરીએ છીએ ત્યારે બાળ-સૂર્યનો લાલ રંગ દેખાવા લાગે છે. એ સમયે માણસને કેટલી બધી આનંદની અનુભૂતિ થાય છે તેની કલ્પના થઈ શકતી નથી. એ આનંદનો જાતઅનુભવ કરનાર જ તે જાણી શકે છે. પણ એય એને બતાવી નથી શકતો. આ લાલ રંગના અનુભવથી, તેજા-લેશ્યાનાં સ્પંદનોની અનુભૂતિથી અંતર્જગતની યાત્રાનો આરંભ થાય છે. લાલ રંગ નાડી-તંત્ર અને લોહીને સક્રિય બનાવે છે. આપણે જ્યારે દર્શન-કેન્દ્ર પર લાલ રંગનું ધ્યાન ધરવાનું શરૂ કરીએ છીએ અને એ ધ્યાન સધાય છે ત્યારે ટેવોમાં પરિવર્તન થવાની શરૂઆત થાય છે. કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાના કાળા રંગોથી થતી ટેવો તેજા-લેશ્યાના પ્રકાશમય લાલ રંગમાં ખત્મ થવા લાગે છે, અને સ્વભાવમાં અચાનક પરિવર્તન આવે છે.
પદ્મ-લેશ્યાનો રંગ પીળો છે. આ રંગ ઘણો જ શક્તિશાળી હોય છે. ગરમી પેદા કરનર આ રંગ છે. લાલ રંગ પણ ગરમી પેદા કરે છે. ઉત્ક્રમણની તમામ પ્રક્રિયા ગરમી વધારવાની પ્રક્રિયા છે. તેજલેશ્યામાં ગરમી વધે છે, પદ્મ-લેશ્યામાં પણ ગરમી વધે છે. અને જ્યારે આ ગરમી પૂરી માત્રામાં વધી
જાય છે, ચરમ શિખરે પહોંચી જાય છે અને તે પછી ગરમી વધવાની કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org