________________
૮૦ આભામંડળ મારી પાસે નથી રહી શકતા. ક્રોધ મને ઉત્તેજિત નથી કરી શકતો. ક્રોધ મારા મગજ અને સ્નાયુ-તંત્રમાં પોતાના તરંગો કયારેય ફેલાવી નથી શકતો. મક્કમતા અને દૃઢતાથી આ સૂચનાઓ આપો. ખુદ પોતાને આ રીતે સંબોધો અને ભાવિત કરો. ચિત્તને એટલું ભાવિત કરો, તેના પર એવો થર જમાવી દો કે ચિત્ત એકદમ ભાવિત થઈ જાય.
એક સામાન્ય વસ્તુ છે, પરંતુ તેને ભાવિત કરવાથી તેની શક્તિ અને ક્ષમતા વધી જાય છે. ભાવિત કર્યા વિના કોઈ પણ વસ્તુની ક્ષમતા વધતી નથી. અનાજ આગ પર રાંધવામાં આવે છે ત્યારે એ આગથી ભાવિત થઈ જાય છે. રંગીન શીશાઓમાં પાણી સૂર્યનાં કિરણોમાં રાખવામાં આવે છે. એ પાણી રંગથી ભાવિત થઈ જાય છે. સામાન્ય પાણીની જે શક્તિ છે અને સૂર્યનાં કિરણોથી રંગીન શીશાઓ દ્વારા ભાવિત પાણીની જે શક્તિ છે તેની તુલના નહીં થઈ શકે.
એ ભાવિત પાણીમાં સારવારના ગુણ ઉત્પન્ન થાય છે. એ પાણીથી અસાધ્ય રોગોનો ઉપચાર કરાય છે. ભાવિત પાણીથી અનેક રોગો મટે છે. પાણી ભાવિત કરાય છે, દૂધ ભાવિત કરાય છે, ખાંડ અને શાકભાજી ભાવિત કરાય છે, ન માલૂમ કેટલીય ચીજવસ્તુઓ ભાવિત કરવામાં આવે છે. લોહચુંબક પર પાણીની બૉટલો રાખવામાં આવે છે અને પાણી લોહચુંબકથી ભાવિત થઈ જાય છે. એ પાણી પણ પછી ચુંબકીય બની જાય છે. એ ચુંબકીય પાણીમાં ઔષધીય ગુણ વધી જાય છે. અનેક પ્રકારના રોગો મટાડવા માટે એ પાણી કામ આવે છે. ખાણીપીણીના પદાર્થો જો તડકામાં મૂકવામાં આવે તો તેના ગુણધર્મ બદલાઈ જાય છે. મંત્રવિદ્યાનો પ્રયોજક પાણીને ભાવિત કરે છે. એ મંત્રનો જપ કરતો જાય છે અને પાણીને અભિમંત્રિત કરતો રહે છે. એ પાણી શક્તિશાળી બની જાય છે. તેમાં એટલી ક્ષમતા આવી જાય છે કે તે મોટા મોટા ઉપદ્રવોને દૂર કરી શકે છે. પછી એ પાણી માત્ર પાણી ન રહેતાં બીજું કંઈક વિશેષ બની જાય છે.
આપણે એક ભાવનાને લઈએ અને પાંચ-દસ મિનિટ સુધી મનને ભાવિત કરીએ. એવો પ્રયત્ન કરીએ કે એ ભાવનાથી આપણું પૂરું ચિત્ત ભાવિત થઈ જાય, માત્ર એકબે વખત ઘેહરાવવાથી કશું નહિ બને. તેમાં સમય આપવો પડશે. પહેલાં મોટેથી બોલી બોલીને મનને ભાવિત કરીએ, પછી ધીમા સ્વરે ભાવિત કરીએ અને છેલ્લે હોઠ ફફડાવ્યા વિના માનસિક સ્તર પર ચિત્તને ભાવિત કરીએ. આપણે ત્રણેય પ્રકારથી મનને ભાવિત કરીએ અને ભાવનાને જ્યાં પહોંચાડવી છે ત્યાં પહોંચાડી દઈએ.
મન જ્યારે ભાવિત થઈ જાય ત્યારે આપણે વ્યુત્સર્ગ કરીએ. મન ભાવિત થઈ જતાં કહીએ કે, હું મારા જૂના સ્વભાવનો વ્યુત્સર્ગ કરું છું, છોડું છું, તેની સાથે હવે મારો કોઈ સંબંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org