________________
૭૮ આભામંડળ કોધ મારા જ્ઞાનને આવરે છે. કોઈ મારા દર્શનને ઢાંકે છે. કોઈ મારા આનંદને અવરોધે છે, તેને વિકૃત કરે છે. તે મારી શક્તિઓનો નાશ કરે છે. આ ચિંતનથી સાધક એ વિવેક પર પહોંચી જાય છે કે, હું ક્રોધ નથી અને ક્રોધ મારો સ્વભાવ નથી.
ત્રણ સૂત્ર છે સ્વભાવ-પરિવર્તનનાં: કાયોત્સર્ગ, અનુપ્રેક્ષા અને વિવેક.
સાધકને સમજાઈ ગયું કે ક્રોધ મારો સ્વભાવ નથી અને હું પોતે ક્રોધ નથી ત્યારે વાત ઘણી સરળ બની જાય છે. ત્યારે જ્ઞાન સ્પષ્ટ થઈ જાય છે. જ્ઞાન જ્યારે સ્પષ્ટ થઈ જાય છે ત્યારે પગ આપોઆપ આગળ ને આગળ ચાલવા લાગે છે.
ભગવાને કહ્યું: ‘પઢમં નાણું તઓ દયા.” પ્રથમ જ્ઞાન સ્પષ્ટ થવું જોઈએ. આત્મ-સંમોહનનું એક કથન છે – જ્ઞાન એક શક્તિ છે. જ્ઞાન જ્યારે સ્પષ્ટ થઈ જાય છે ત્યારે આચરણની સરળતા થઈ જાય છે.
સ્વભાવ-પરિવર્તનનું ચોથું સૂત્ર છે: ધ્યાન. દર્શન-કેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરો. બંને ભ્રમરની વચ્ચેનું સ્થાન દર્શન કેન્દ્ર છે. આ આપણા અંતરજ્ઞાનનું કેન્દ્ર છે. અને દૃષ્ટિ અને સમ્યક-દૃષ્ટિનું પણ કેન્દ્ર છે. જેટલું પણ આંતરિક જ્ઞાન પ્રકટ થાય છે તે આ કેન્દ્રથી પ્રકટ થાય છે. જ્યારે ધ્યાન દર્શન-કેન્દ્ર પર સ્થિર થાય છે ત્યારે પોતાની વાતને ભીતર સુધી પહોંચાડવામાં સુગમતા થઈ જાય છે. મનોવિજ્ઞાન માને છે કે જે વાત આપણા સ્થળ મન સુધી પહોંચે છે તે કાર્યગત નથી બનતી. તેનાથી વ્યક્તિત્વનું પરિવર્તન નથી થઈ શકતું. આપણે
જ્યારે દર્શન-કેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણા વિચાર અને સંકલપ અંતર્મન સુધી પહોંચી જાય છે. એ સંકલ્પ લેશ્યા-તંત્ર અને અધ્યવસાયતંત્ર સુધી પહોંચી જાય છે. અને પછી પરિવર્તન થવા લાગે છે. આમ દર્શન-કેન્દ્ર પર ધ્યાન કરવું એ ચોથું સોપાન છે.
સ્વભાવ-પરિવર્તનનું પાંચમું સૂત્ર છે: શરણ. આપણે શરણમાં જવાનું છે. આત્મ-સંમોહનના વર્તમાન સિદ્ધાંતમાં શરણની વાત જોવા નથી મળતી. ત્યાંઆત્મ-સંમોહનમાં આત્મ-શિથિલીકરણ, આત્મ-વિશ્લેષણ અને ઑટો-સજેશનની વાત મળે છે. સ્વતઃસૂચનાની વાત પણ મળે છે, પરંતુ શરણની વાત નથી મળતી.
શરણમાં જવું. આ એક ઘણું મહત્ત્વનું સૂત્ર છે. પણ કોના શરણમાં જવું?– આ એક પ્રશ્ન છે. તેનો જવાબ છે: કોઈનાય શરણમાં જવાની જરૂર નથી. ખુદ પોતાની જ શક્તિના શરણમાં જવાનું છે અથવા તો એમના શરણમાં જવાનું છે કે જે અનંત-જ્ઞાન, અનંત-દર્શન, અનંત-આનંદ અને અનંત-શક્તિના ધણી છે. જેમનામાં આ ચારેય અનંત પ્રકટી ચૂક્યાં છે તેમના શરણમાં જવાનું છે. જેમનામાં આ બીજ અંકુરિત અને પલ્લવિત થયાં છે, જેમના જીવનમાં આ બધાં બીજ પુષ્પિત અને ફલિત થઈ ચૂક્યાં છે તેમના શરણમાં જવાનું છે. કોઈ વ્યક્તિ વિશેષના શરણમાં જવાનું નથી. પરંતુ આ અનંત ચતુષ્ટયીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org