________________
વૃત્તિઓના રૂપાંતરણની પ્રક્રિયા ૭૩ કરે તો ધ્યાન પહેલાં કાયોત્સર્ગ કરવાનો. સૂએ તો સૂતા પહેલાં કાયોત્સર્ગ કરવાનો. ઊઠે તો ઊઠતાં જ કાયોત્સર્ગ કરવાનો. પડિલેહણ કરે– અહિંસાની દૃષ્ટિએ વસ્ત્રોનું નિરીક્ષણ કરે તો નિરીક્ષણ કરતા અગાઉ કાયોત્સર્ગ કરવાનો અને નિરીક્ષણ પછી કાર્યોત્સર્ગ કરવાનો. કોઈ કારણવશ કે પ્રમાદવશ કોઈ હિંસા થઈ જાય, જઠ બોલી જવાય, ક્યારેક અસ્વાભાવિક કે ખરાબ આચરણ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત માટે કાયોત્સર્ગ કરવાનો. નદી પાર કરવાની હોય તો કાયોત્સર્ગ કરવાનો. પ્રતિક્રમણના પ્રારંભમાં કાયોત્સર્ગ કરવાનો અને પ્રતિક્રમણ પૂરું થતાં પૂર્વે કાયોત્સર્ગ કરવાનો. આઠશ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ, પચ્ચીસ, પચાસ, સો, પાંચસો અને હજાર શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ. કાયોત્સર્ગ જ કાયોત્સર્ગ. કાયોત્સર્ગ વિના મુનિનું કોઈ જીવન નથી હોતું. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે આપણે જો કોઈ વાતને ભીતર સુધી પહોંચાડવી છે તો જ્યાં સુધી કાયોત્સર્ગ નહીં થાય, શરીરનું શિથિલણ નહીં થાય, સ્નાયવિક અવરોધ દૂર નહીં થાય ત્યાં સુધી વાત ભીતર સુધી નહીં પહોંચે. કાયોત્સર્ગ અત્યંત આવશ્યક છે. શરીરની પ્રવૃત્તિઓનું વિસર્જન કરીએ, શિથિલીકરણ કરીએ, માંસપેશીઓનું, હાથ-પગનું શિથિલીકરણ કરીએ.
અધ્યાત્મની યાત્રા ક્યારે શરૂ થાય? ક્યારે સમાધિ પ્રાપ્ત થાય? એની શરત શું? શરત છે એની – કશી જ, કોઈ જ પ્રવૃત્તિ ન કરવી. હાથનો સંયમ કરવો. તમને થશે કે હાથનો સંયમ કરવો એમાં તે વળી શું મોટી વાત છે? હાથ આપણા શરીરનું ઘણું મહત્ત્વપૂર્ણ અંગ છે. એકયુપંકચર પદ્ધતિના વિકાસ આ સિદ્ધ કર્યું છે કે આપણા મગજમાં – મસ્તકમાં જે ચૈતન્ય કેન્દ્ર છે, જે જૈવિક સક્રિય બિન્દુ છે તે તમામે તમામ કેન્દ્ર હાથમાં છે. હાથમાં શું નથી? શરીરમાં જે છે તે બધું હાથમાં છે.
પછી કહ્યું – પગનો સંયમ કરો. આ એક અજબ વાત છે. કારણ હાથ તો ગમે તેમ તોય એક ઉત્તમ અંગ છે. પગ શરીરનો નિમ્નતમ ભાગ છે. પગ એક મહત્ત્વપૂર્ણ અંગ છે. પગના અંગૂઠા અને આંગળીઓમાં ચૈતન્ય-કેન્દ્ર છે; ગ્લૅડ્ઝ છે. પગના અંગૂઠામાં પિટ્યુટરી ગ્લૅન્ડ છે. પગના અંગૂઠામાં આંખ છે, કાન છે. પ્રાચીન કાળમાં બતાવાતું કે આંખની જ્યોતિ – આંખનું તેજ ઓછું થઈ જાય તો પગની આંગળીઓ પર માલિશ કરવી. આ તે કેવો બે વચ્ચે સંબંધ? તેજ આંખનું ઓછું થાય અને તેલ-માલિશ પગની આંગળીઓની કરવાની? પણ આજ આ વાત વિચિત્ર નથી લાગતી. આજે આપણને ખબર પડી ગઈ છે કે પગની આંગળીઓમાં આંખ છે, કાન છે, તો આ વાત વિચિત્ર નથી લાગતી. આંખ અને કાનનો ઉપચાર પગની આંગળીઓથી કરી શકાય છે અને પિયુટરી કે પિનિયલ બ્લેન્ડનું સમાધાન પગના અંગૂઠાથી કરી શકાય છે.
પ્રાચીન કાળમાં જૈન પરંપરામાં મહાપ્રાણ ધ્યાનની પદ્ધતિ પ્રચલિત હતી. ધ્યાનની એ મહત્ત્વપૂર્ણ પદ્ધતિ હતી. આચાર્ય ભદ્રાબાબુએ બાર વરસ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org