________________
૭૦ આભામંડળ
મારા મુખમાં વાણી સદાય સ્ફરે. મારી નસોમાં સદાય પ્રાણ પ્રવહે. મારી આંખોમાં જોવાની શક્તિ રહે. મારા કાનોમાં સાંભળવાની શકિત રહે. – આમ આત્મ-સૂચન દ્વારા પ્રાચીન ઋષિ પોતાની શક્તિઓનો વિકાસ કરતા હતા અને પોતાની શક્તિઓને જાળવતા હતા. જીવતી રાખતા હતા. તેઓ સો વરસ સુધી જીવવામાં સફળ બનતા હતા.
માણસના અકાળ-મરણનું એક કારણ છે – હીન ભાવના. માણસ જ્યારે હીન ભાવનાથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની બધી શક્તિઓ ખોઈ બેસે છે. પોતાની શક્તિઓને સૂચના આપવી, જાગ્રત કરવી અને જીવિત રાખવી તે આત્મ-સંશનનો એક પ્રકાર છે. પોતાની શક્તિઓ પ્રત્યે મૂચ્છિત થવું, ઉદાસીન બની જવું, હીન ભાવનાથી ઘેરાઈ જવું–આ પણ આત્મ-સંશનનો એક પ્રકાર છે. બંનેનો પોતપોતાનો પ્રભાવ છે.
ફ્રાન્સના પ્રોફેસર વાલદીએ આત્મ-સંશનના કેટલાક પ્રયોગ કર્યા છે. એક માણસને કહ્યું: ‘તારા હાથમાં એક ચમચો આપું છું. એ ઘણો ગરમ છે. તેને કેવી રીતે લઈશ? અડીશ તો હાથ બળી જશે. લે, આ ચમચો.' માણસે ચમચો હાથમાં લીધો અને તે દાઝી ગયો. હાથમાં ફોલ્લા થઈ આવ્યા. વાસ્તવમાં ચમચો ગરમ ન હતો. બિલકુલ ઠંડો હતો. છતાંય ચમચાથી હાથ દાઝી ગયો. ફોલ્લા થઈ આવ્યા.
આમ કેમ થયું? આ થયું આત્મ-સંશન, આત્મ-સૂચન કે આત્મસંમોહન દ્વારા. માણસનું એક સ્તર છે. ચેતનાનું, વેશ્યાનું કે ભાવનાનું. જ્યારે કોઈ વાત એ સ્તર સુધી ચાલી જાય છે, તૈજસ શરીર–શારીરિક વિદ્યુત સુધી વાત ચાલી જાય છે ત્યારે જે ઈચ્છવામાં આવે છે તે ત્યાં બને છે. પદાર્થ જ પ્રભાવિત નથી કરતો, પરંતુ પદાર્થની સાથે જતી ચેતના પણ પ્રભાવિત કરે છે. ચેતનાના સ્તરે આપણે જે વાત પકડી લઈએ છીએ તે આપણા જીવનમાં બનવા લાગે છે, સાચે જ તેમ બને છે.
|ૉક્ટરોએ એક પ્રયોગ કર્યો. એક તંદુરસ્ત માણસ હતો. ૉક્ટરે તેની નાડી જોઈને કહ્યું: “અરે! તને તો તાવ આવ્યો છે.’ એ માણસ ઘરની બહાર નીકળ્યો. રસ્તામાં બીજે ડૉકટર મળ્યો. તેણે કહ્યું : 'આ શું? લાગે છે, તને તાવ આવ્યો છે.' માણસ આગળ ચાલ્યો. ત્યાં ત્રીજે ડૉક્ટર મળ્યો. તેણે પણ કહ્યું : “અરે! તને કેટલા દિવસથી તાવ આવે છે? '
પેલો માણસ ગભરાઈ ગયો. ઘરે ગયો. પોતાના ફેમિલી ડૉકટરને બોલાવીને કહ્યું : 'તાવ ચડ્યો છે.” અને તાવ ચડતો જ ગયો. ૧૦૪ ડિગ્રી સુધી પહોંચ્યો. માણસ ખૂબ જ ગભરાઈ ગયો.
આ તો આત્મ-સંશનનો પ્રયોગ હતો. પ્રયોગનું ચક્ર ફરી કર્યું. નવો ડૉકટર આવ્યો. નિદાન કરીને કહ્યું : “અરે! તને કોણે કહ્યું કે તને તાવ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org