________________
વૃત્તિઓના રૂપાંતરણની પ્રક્રિયા ૬૯ છે અનેં ઇચ્છિત પરિણામ મેળવવામાં આવે છે. માણસને ખરાબ ટેવોમાંથી કેવી રીતે મુક્ત કરી શકાય – આ ચિંતા આજ આખી દુનિયાના લોકો કરી રહ્યા છે. પ્રાચીન સમયમાં ખરાબ ટેવોમાંથી છુટકારો અપાવવાની ચિંતા માત્ર ધાર્મિક લોકો જ કરતા હતા. પરંતુ આજ જ્ઞાન ઘણું બધું વધ્યું છે. આજ આ ચિંતા તમામ ક્ષેત્રોના માણસ કરે છે. રાજકારણીઓ પણ તેની ચિંતા કરે છે અને વૈજ્ઞાનિકો પણ. ડૉકટરો પણ કરે છે અને ધાર્મિક લોકો પણ કરે છે, સહુ કોઈ તેની ચિંતા કરે છે.
રૂસી વૈજ્ઞાનિકો સમક્ષ પ્રશ્ન આવ્યો કે માણસને તંબાકુની ટેવમાંથી કેવી રીતે છોડાવવો? તેમણે સિત્તેર માણસો પસંદ કર્યા. તેમના કાનો પર એકયુપંકચરનો પ્રયોગ કર્યો. કાનના ત્રણ ભાગ છે: એક છે ભીતરનો ભાગ, બીજો છે મધ્યનો ભાગ અને ત્રીજો છે બહારનો ભાગ. વૈજ્ઞાનિકોએ માણસના કાનના મધ્ય ભાગમાં કે જ્યાં જૈવિક સક્રિય બિન્દુ છે ત્યાં, સોયો લગાડી. પાંચ દિવસ સુધી આ પ્રયોગ ચાલ્યો. તેનું પરિણામ એ આવ્યું કે સિત્તેરમાંથી પચાસ માણસોએ તમાકુ પીવાની છોડી દીધી. બાકીના વીસ માણસોએ તે પીવાનું ઓછું કર્યું. આનો નિષ્કર્ષ એ કાઢવામાં આવ્યો કે બહિષ્કર્ણનાં જૈવિક બિન્દુઓ પર સોય લગાડવામાં આવે તો માણસના મનમાં તમાકુ પ્રત્યે ધૃણા પેદા થઈ જાય છે.
પ્રેક્ષા-ધ્યાન સ્વભાવ-પરિવર્તનની મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. માત્ર આ એક જ પ્રક્રિયા નથી, બીજી પણ પ્રક્રિયાઓ છે. પ્રેક્ષા-ધ્યાનમાં ત્રણ તત્ત્વ મુખ્ય છે; પ્રેક્ષા, ભાવના અને અનુપ્રેક્ષા.—આ ત્રણ મુખ્ય અને મહત્ત્વનાં તત્ત્વ છે. આપણે માત્ર પ્રેક્ષાનો જ પ્રયોગ નથી કરી રહ્યા, માત્ર દર્શન-શક્તિનો જ પ્રયોગ નથી કરી રહ્યા, તેની સાથોસાથ આપણે ભાવનાનો પણ પ્રયોગ કરી રહ્યા છીએ. અને અનુપ્રેક્ષાનો પણ પ્રયોગ કરી રહ્યા છીએ. પરિવર્તન માટે ભાવનાના પ્રયોગનું મહત્ત્વ પણ કંઈ ઓછું નથી. ઘણું બધું તેનું મહત્ત્વ છે. આજના ઘણા બધા મનોવિજ્ઞાનીઓ આત્મસંમોહન કે પર-સંમોહન દ્વારા અનેક સખ્ત ટેવોને બદલવામાં સફળ થયા છે. આ દિશામાં ઘણું વિશાળ સાહિત્ય સરજાયું છે. ભાવનાનો પ્રયોગ એ આત્મ-સંમોહન કે આત્મ-સંશનનો પ્રયોગ છે.
...
મહાવીરે કહ્યું : જે સાધક ભાવનાયોગથી શુદ્ધ બની જાય છે તે પાણીમાં નાવની જેમ બની જાય છે— ભાવનાયોગ-શુદ્ધા, જલે ન . . . ભાવનાના સહારે માણસ સંસાર-સાગર તરી જાય છે. ભાવના-યોગથી ખરાબ ટેવોમાંથી મુક્ત થવું એ કંઈ મોટી વાત નથી.
ભારતીય સાહિત્યમાં આત્મ-સંશનનું ઘણું મોટું મહત્ત્વ છે. એના પ્રયોગો થતા રહ્યા છે. વૈદિક સાહિત્યમાં એનો પ્રસંગ આ પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org